
દેશભરમાં વાયરલ થઈ આ તસવીર મોદીએ એરપોર્ટ પર કોંગ્રેસ સીએમના કાનમાં શું કહ્યું? પરંપરાગત ટોપી અને માળા પહેરી મોદીએ અચાનક સિદ્ધારમૈયાના કાનમાં કંઈક કહ્યુ અને તે સમયે આ તસવીર ક્લિક થઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે એક દિવસના કર્ણાટકના પ્રવાસે હતા. તેઓ બેંગલુરૂ એરપોર્ટ પર ઉતર્યા તો એક તસવીર વાયરલ થઈ ગઈ છે. હકીકતમાં એરપોર્ટ પર પ્રોટોકોલ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી કે પ્રતિનિધિની હાજરી જરૂરી હોય છે.
કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ખુદ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા ઉભા હતા. પરંપરાગત ટોપી અને માળા પહેરી મોદીએ અચાનક સિદ્ધારમૈયાના કાનમાં કંઈક કહ્યુ અને તે સમયે આ તસવીર ક્લિક થઈ હતી.
હવે આ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી લોકો વિવિધ કેપ્શન આપી રહ્યાં છે. તમે પણ વિચારો, પ્રધાનમંત્રી અને સિદ્ધારમૈયા વચ્ચે શું વાત થઈ હશે. આ તસવીર ચર્ચામાં એટલા માટે છે કારણ કે એક સપ્તાહની અંદર પીએમ ઘણા કોંગ્રેસી નેતાઓ સાથે વાતચીત કરવા જાેવા મળ્યા, તો લોકોની ઉત્સુકતા વધી ગઈ હતી.
સામાન્ય રીતે પીએમ કોંગ્રેસ પર પ્રહારો કરતા જાેવા મળે છે. પહેલા પીએમ મોદી રાહુલ ગાંધી સાથે ચર્ચા કરતા જાેવા મળ્યા હતા. ત્યારબાદ મલ્લિકાર્જુન ખડગે સાથે હાથ મિલાવી કંઈક મજાક કરી અને હવે કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકના મુખ્યમંત્રીના કાનમાં કંઈક કહ્યુ, જેની ચર્ચા લોકો કરી રહ્યાં છે.
આમ તો ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે પરંતુ એકવાર ફરી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે ખેંચતાણની અટકળો લગાવવામાં આવી રહી છે. થોડી કલાકો પહેલા સિદ્ધારમૈયાએ પોતાના રાજકીય સચિવ નઝીર અહમદને હટાવી દીધા. કારણ પાર્ટી વિરોધી ગતિવિધિ જણાવવામાં આવી રહ્યું છે. અંદરખાને કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ સિદ્ધારમૈયાના નજીકના નેતાઓની ગતિવિધિઓથી ખુશ નથી. બીજીતરફ કોંગ્રેસના ઘણા ધારાસભ્યો રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ માટે દબાણ બનાવી રહ્યાં છે.
કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધારમૈયા કેબિનેટમાં ફેરફાર કરવા ઈચ્છે છે પરંતુ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારનું અલગ વલણ છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ કર્ણાટક પર મોટો ર્નિણય લઈ શકે છે.




