
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
દેશના કરોડો લોકોની રોજિંદી ચુકવણીનો હિસ્સો બની ગયેલા UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) દ્વારા પેટ્રોલ કે ડીઝલની ૨૦૦૦ રૂપિયાથી વધારે રકમની ખરીદી પર પ્રતિ વ્યવહાર પાંચ રૂપિયાનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને (AIPDA)રૂપિયા બે હજાર થી વધુના વ્યવહારો માટે ફરીથી માત્ર રોકડમાં પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત કરવાની ધમકી આપી છે. AIPDA એ જણાવ્યું હતું કે પેટ્રોલ-પમ્પનો નફો મર્યાદિત અને ઓછો હોય છે તેથી MDR ચાર્જિસનો બોજ અમારા પર પડશે. આ ચાર્જ અમારા નફાના પાતળા માર્જિનને દબાવી દેશે. ઈંધણના પેમેન્ટ્સને MDR માંથી મુક્તિ આપવામાં આવે.
આ મુદ્દે દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મુંબઈ અને રાજસ્થાનના ડીલરોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે કોઈપણ સ્વરૂપમાં MDR એ તેમના પ્રતિ લિટર આશરે ૨૪૦ થી ૩૪૦ રૂપિયાના અત્યંત પાતળા માર્જિન પર વધારાનો બોજ છે. આ માર્જિન સરકાર દ્વારા એની ઓઇલ માર્કેટિંગ કંપની (OMC) નક્કી કરે છે. આને કારણે જેની પેટ્રોલ-પમ્પ પર દૈનિક ૨૩૦ થી ૨૫૦ રૂપિયાની આર્થિક અસર પડે છે. ડીલરો પર વધતા જતા બોજને કારણે આ બાબત તેમને નુકશાન પહોંચાડશે. આવા વ્યવહારો માંથી લગભગ ૨૦ ટકા વ્યવહારો ૨૦૦૦ રૂપિયાથી વધુ રકમના હોય છે. દેશભરમાં ૧,૦૩,૦૨૩ પેટ્રોલ પમ્પો છે. સને ૨૦૨૬ એપ્રિલ મહિના સુધીમાં નોંધાયેલા છે.




