
pk ફાઈલથી ખેલ ખેલ્યો પ્રાગપર પોલીસ સ્ટેશનનાPSI નો મોબાઈલ હેક કર્યો હોવાનું સામે આવ્યું સાયબર ઠગ દ્વારા PSI ના વોટ્સએપમાંથી DySP સહિતના પોલીસ અધિકારીને મેસેજ કરીને પૈસાની માંગણી કરી ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સાયબર માફિયાઓએ કચ્છના મુંદ્રા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશનના PSI નો મોબાઈલ હેક કર્યો હોવાનું સામે આવ્યું છે. સાયબર ઠગ દ્વારા PSI ના વોટ્સએપમાંથી DySP સહિતના પોલીસ અધિકારીને મેસેજ કરીને પૈસાની માંગણી કરવાની ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મુંદ્રાના પ્રાગપર પોલીસ સ્ટેશનના PSI વી.એન. ચાવડાએ વોટ્સએપમાં આવેલી એક છॅા ફાઈલ ડાઉનલોડ કરતાં તેમનો ફોન હેક થયો હતો. આમ, ફોન હેક થતાં સાયબર માફિયાઓએઁજીૈંના વોટ્સએપ પરથી સાથી પોલીસકર્મી અને અન્ય પોલીસ અધિકારીને ‘એક્સિડેન્ટ થયું છે, પૈસાની તાત્કાલિક જરૂર પડી છે’ તેવા મેસેજ મોકલીને પૈસાની માંગણી કરી હતી.
સાયબર ઠગ દ્વારા PSI ના વોટ્સએપ પરથી ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સહિતના ઉપરી અધિકારીને પણ આ પ્રકારે મેસેજ કરીને પૈસાની માંગણી કરતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. પૈસાની માંગણી કરવાની સાથે આરોપી દ્વારા PSI ના કોન્ટેક્ટ લિસ્ટના મોટાભાગના વ્યક્તિ-પોલીસકર્મીને વોટ્સએપમાં છॅા ફાઈલ મોકલતા, જેથી તેઓ પણ આ જાળમાં ફસાય અને તેમનો ફોન હેક કરીને પૈસા પડાવવામાં આવે.
સમગ્ર ઘટનાને લઈને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીના નામે આજ પ્રકારે પૈસાની માંગણી કરતી હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે થોડા દિવસ પહેલા ભુજમાં નિવૃત્ત મહિલા PSI ને બે માસ ડિજિટલ અરેસ્ટ કરી ૮૩.૪૪ લાખ પડાવ્યા હોવાની ઘટના પણ સામે આવી હતી.




