
ડે-અહેડ માર્કેટમાં કપલિંગ લાગુ કરાશે.નવા વર્ષમાં દેશભરમાં સસ્તી થઈ શકે છે વીજળી.CERC પાવર એક્સચેન્જાે પર ટ્રાન્ઝેક્શન ફી ઘટાડવાનું વિચારી રહ્યું છે જેથી વીજળીના ભાવમાં ઘટાડો થઈ શકે.જાે બધું બરાબર રહ્યું, તો દેશભરના વીજ ગ્રાહકોને ટૂંક સમયમાં નોંધપાત્ર રાહત મળી શકે છે. નજીકના ભવિષ્યમાં વીજળીના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (CERC) પાવર ટ્રેડિંગ એક્સચેન્જાે પર ટ્રાન્ઝેક્શન ફીને વાજબી બનાવવાનું વિચારી રહ્યું છે. આ પહેલનો હેતુ વીજળીના ભાવમાં ઘટાડો કરવાનો છે. આ સુધારાઓ કાર્યક્ષમતા વધારવા, પ્રવાહિતાને મજબૂત બનાવવામાં અને વિવિધ એક્સચેન્જાેમાં કિંમતોને વાજબી બનાવવામાં મદદ કરશે.
સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા આ પગલું સમય જતાં વીજળી ખરીદનારાઓ માટે એકંદર ખર્ચ ઘટાડી શકે છે. બે વર્ષથી વધુ સમયની ચર્ચા-વિચારણા પછી આ વર્ષે જુલાઈમાં CERC દ્વારા બજાર એકીકરણને મંજૂરી આપવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૨૬થી તબક્કાવાર રીતે તેનો અમલ કરવાનો પ્રસ્તાવ છે. બજાર એકીકરણનો અર્થ એ છે કે એક સમાન કિંમત સુનિશ્ચિત કરવા માટે વિવિધ એક્સચેન્જાેમાં વીજળીના વેપારને એક જ સિસ્ટમમાં એકીકૃત કરવું.
એક અધિકારીએ જણાવ્યું હતું કે CERC એ ડિસેમ્બર ૨૦૨૫માં પાવર એક્સચેન્જાે દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્ઝેક્શન ફીની સમીક્ષા કરવા અંગે એક પરામર્શ પત્રને અંતિમ સ્વરૂપ આપ્યું છે. નામ ન આપવાની શરતે બોલતા અધિકારીએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન તપાસ કરી રહ્યું છે કે શું વર્તમાન ટ્રાન્ઝેક્શન ફી માળખું, જે પ્રતિ યુનિટ બે પૈસા સુધી મર્યાદિત છે, તે એવા બજાર માટે યોગ્ય છે કે જ્યાં ટ્રેડિંગ વોલ્યુમ ઝડપથી વધ્યું છે અને એકીકૃત ભાવ રિસર્ચ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે.
મોટાભાગના ટ્રેડિંગ સેગમેન્ટ માટે પ્રતિ યુનિટ ૧.૫ પૈસાની નિશ્ચિત ટ્રાન્ઝેક્શન ફીનો સમાવેશ થાય છે. વર્તમાન માળખા હેઠળ પાવર એક્સચેન્જાે સામાન્ય રીતે નિશ્ચિત મર્યાદાની નજીક ચાર્જ કરે છે. ટર્મ-અહેડ માર્કેટ(TAM)કોન્ટ્રાક્ટ માટે પ્રતિ યુનિટ ૧.૨૫ પૈસાની ઓછી ફીનો વિચાર કરવામાં આવી રહ્યો છે, જે તેમના લાંબા સમયગાળા અને તુલનાત્મક રીતે ઓછી કાર્યકારી તીવ્રતાને પ્રતિબિંબિત કરે છે.




