
સીજેઆઈએ સજ્જડ જવાબ આપ્યો યુનિવર્સિટી ઓફ લંડનમાં CJI સૂર્યકાંતને પૂછાયેલા સવાલ પર ભડક્યું ભારત હાઈકમિશને જણાવ્યું કે, કોઈ વ્યક્તિ દ્વારા આ રીતે આયોજિત કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવો બિલકુલ અસ્વીકાર્ય છે
બ્રિટનની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ લંડનના ર્બિકબેક કેમ્પસમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતના એક કાર્યક્રમ દરમિયાન ભારે હોબાળો થયો હોવાની ઘટના સામે આવી છે. કાર્યક્રમમાં કેટલાક લોકો દ્વારા ભારતમાં લોકતાંત્રિક વાતાવરણ અને કથિત રીતે અસંમતિના અવાજાેને દબાવવા અંગે પ્રશ્નો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ પર લંડન સ્થિત ભારતીય હાઈકમિશને (ઉચ્ચાયોગ) કડક પ્રતિક્રિયા આપી છે અને આ પ્રકારના કૃત્યને સાર્વજનિક સંવાદની મર્યાદાની વિરુદ્ધ ગણાવ્યું છે.ચીફ જસ્ટિસ સૂર્યકાંત ૪ જૂનના રોજ ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આંતરરાષ્ટ્રીય કાયદો’ વિષય પર વ્યાખ્યાન આપવા માટે યુનિવર્સિટી ઓફ લંડનની ર્બિકબેક સંસ્થામાં પહોંચ્યા હતા. તેમના સંબોધન બાદ સવાલ-જવાબનું સત્ર રાખવામાં આવ્યું હતું, જ્યાં એક વ્યક્તિએ ભારતમાં અસંમતિ પ્રત્યે વધતી કથિત અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવ્યો હતો.આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક મહિલા એવું કહેતી જાેવા મળી રહી છે કે, ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય નિરીક્ષકોએ દેશમાં અસંમતિ પ્રત્યે વધતી દુશ્મનાવટ પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે જ મહિલાએ સીએમઆઈને તેમના તાજેતરના ‘કોકરોચ’ (વંદો) અને ‘પેરાસાઈટ’ (પરોપજીવી) સંબંધી નિવેદન પર સવાલ પૂછવાનો પ્રયાસ કર્યાે હતો. જાે કે, કાર્યક્રમના આયોજકોએ આ પ્રશ્નનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે કાર્યક્રમનો વિષય માત્ર એઆઈ (AI) અને આંતરરાષ્ટ્રીય કાયદો હોવાથી, તેને અસંબંધિત પ્રશ્નો સામેલ કરવામાં આવશે નહીં.આ ઘટના બાદ ભારતીય હાઈકમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સત્તાવાર નિવેદન જાહેર કરીને નારાજગી વ્યક્ત કરી છે. હાઈકમિશને જણાવ્યું કે, કોઈ વ્યક્તિ દ્વારા આ રીતે આયોજિત કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવો બિલકુલ અસ્વીકાર્ય છે. લોકતાંત્રિક સમાજમાં મતભેદો હોવા સ્વાભાવિક છે, પરંતુ તેને સભ્ય અને સન્માનજનક રીતે રજૂ કરવા જાેઈએ. સંવાદની ગરિમા જાળવી રાખવી જરૂરી છે અને કાર્યક્રમોમાં અવરોધ ઊભો કરવો એ સ્વસ્થ લોકશાહીનો હિસ્સો હોઈ શકે નહીં.



