National News: ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ (20171) અકસ્માતનો શિકાર બની છે. ગ્વાલિયરથી મોરેના આવતી વખતે ટ્રેન નંદી સાથે અથડાઈ હતી. આ અકસ્માત મુરેનાના શિકારપુર રેલવે ફાટક પર પીલર નંબર 1226ના પોલ નંબર 25 પર થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે એન્જિનના આગળના ભાગને નુકસાન થયું છે.
ટ્રેનના તમામ મુસાફરો સુરક્ષિત
સદનસીબે ટ્રેનના તમામ મુસાફરો સુરક્ષિત છે. અકસ્માત બાદ ટ્રેન લગભગ 10 મિનિટ સુધી ઉભી રહી હતી. રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કર્યા બાદ ટ્રેનને રવાના કરી.