
મનના બંધનોમાંથી આઝાદી જ વાસ્તવિક મુક્તિ છે.
સમગ્ર ભારતવર્ષ જ્યાં સ્વતંત્રતા દિવસને રાષ્ટ્રભક્તિ,ગૌરવ અને ઉલ્લાસ સાથે ઊજવી રહ્યું હતું, ત્યાં સંત નિરંકારી મિશને આ ઐતિહાસિક અવસરે બ્રહ્મજ્ઞાન દ્વારા પ્રાપ્ત આંતરિક સ્વતંત્રતાના દિવ્ય સંદેશને પણ જન-જન સુધી પહોંચાડ્યો.આ પર્વ એ સત્યને સાકાર કરે છે કે વાસ્તવિક મુક્તિ બાહ્ય બંધનોમાંથી નહીં પરંતુ અજ્ઞાન,અહંકાર અને ભેદભાવથી મુક્ત થઈને આત્મબોધ અને પરમાત્મબોધની અનુભૂતિમાં નિહિત છે.
મુક્તિપર્વનો આ પાવન અવસર પરમ શ્રદ્ધેય સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના પાવન સાન્નિધ્યમાં દિલ્હી સ્થિત નિરંકારી સરોવર સમક્ષ,ગ્રાઉન્ડ નં.૨,નિરંકારી ચોક, બુરાડી રોડ પર શ્રદ્ધા,ભક્તિ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં આયોજિત થયો.વિદેશોની વિસ્તૃત કલ્યાણકારી પ્રચારયાત્રાના સફળ સમાપનના લાંબા અંતરાલ પછી સતગુરૂના પાવન દર્શન પ્રાપ્ત કરી દિલ્હી- એનસીઆર સહિત વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુ ભક્તો ભાવ-વિભોર થઈ ગયા.
આ આયોજનમાં શ્રદ્ધાળુઓને સંબોધિત કરતાં સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે ફરમાવ્યું કે સાચી મુક્તિ બાહ્ય બંધનોમાંથી નહીં પરંતુ નફરત,અહંકાર,નાની વિચારધારા અને પૂર્વગ્રહોમાંથી મુક્ત થવામાં છે. દરેક શ્વાસમાં નિરાકાર પરમાત્માનો અહેસાસ રાખીને પ્રેમ-ભક્તિ અને સ્વીકાર્યતા સાથે જીવવું જ જીવતાં- જીવતાં મુક્તિ છે.
સતગુરૂ માતાજીએ માતા સવિંદરજીના જીવનથી પ્રેરણા આપતાં લાઇટ હાઉસનું ઉદાહરણ આપ્યું કે પરિસ્થિતિઓ ગમે તેવી હોય,અંદરની શાંતિ-પ્રેમ અને સકારાત્મકતાની રોશની સદૈવ કાયમ રાખો,સંતોની શિક્ષાઓને માત્ર સાંભળવી નહીં પરંતુ વિચાર-કર્મ અને જીવનમાં ઉતારવી જ વાસ્તવિક સાધના અને મુક્તિનો માર્ગ છે.
આ પાવન અવસરે શ્રદ્ધાળુ ભક્તોએ તે મહાન સંત વિભૂતિઓને શ્રદ્ધાપૂર્વક નમન કરીને શ્રદ્ધા-સુમન અર્પિત કર્યા હતા.જેમના ત્યાગ અને સમર્પણે માનવતાને મુક્તિમાર્ગ તરફ અગ્રસર કરી,સાથે જ વિશ્વભરમાં મિશનની વિવિધ શાખાઓમાં પણ ‘મુક્તિપર્વ’ના અવસરે વિશેષ સત્સંગનું આયોજન કરીને આ મહાન સંત વિભૂતિઓને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે ‘મુક્તિપર્વ’નો આરંભ વર્ષ ૧૯૬૪માં જગતમાતા બુદ્ધવંતીજીની પાવન સ્મૃતિમાં થયો હતો.વર્ષ ૧૯૬૯માં શહેનશાહ બાબા અવતારસિંહજી મહારાજના બ્રહ્મલીન થયા પછી આ દિવસ ‘શહનશાહ-જગતમાતા દિવસ’ તરીકે શ્રદ્ધાપૂર્વક આયોજિત થવા લાગ્યો,વર્ષ ૧૯૭૯માં સંત નિરંકારી મંડળ ના પ્રથમ પ્રધાન સંત લાભસિંહજીની સ્મૃતિને પણ આ દિવસ સાથે જોડીને બાબા ગુરબચનસિંહજીએ તેને ‘મુક્તિપર્વ’ તરીકે સ્થાપિત કર્યું.આ અવસરે નિરંકારી રાજમાતાજીના ભક્તિમય જીવન તથા તેમના દ્વારા
આપવામાં આવેલી અનમોલ શિક્ષાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.
વર્ષ ૨૦૧૮થી યુગનિર્માતા માતા સવિંદરજીને પણ આ પાવન અવસરે શ્રદ્ધાપૂર્વક નમન કરવામાં આવે છે,જેમનું વાત્સલ્ય,વિનમ્રતા,ત્યાગ અને નિષ્કામ સેવાથી પરિપૂર્ણ જીવન સદૈવ શ્રદ્ધાળુ ભક્તો માટે પ્રેરણા,માર્ગદર્શન અને આધ્યાત્મિક ઊર્જાનો સ્ત્રોત બની રહેશે,સાથે જ સતગુરૂ માતાજીએ આ પાવન દિવસને તે બધા અનન્ય ભક્તો અને સમર્પિત સેવાદારો પ્રત્યે કૃતજ્ઞતા અને શ્રદ્ધા અર્પિત કરવાનો અવસર બનાવ્યો,જેમણે પોતાના તન-મન અને જીવનને નિ:સ્વાર્થ ભાવથી મિશન અને માનવતાની સેવામાં
સમર્પિત કર્યું છે.
નિઃસંદેહ મુક્તિ પર્વનો મૂળ ભાવ એ જ છે કે જેમ ભૌતિક સ્વતંત્રતા રાષ્ટ્રની પ્રગતિ અને ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરે છે તેમ બ્રહ્મજ્ઞાનની દિવ્ય જ્યોતિ માનવને પોતાની વાસ્તવિક ઓળખનો બોધ કરાવીને પ્રેમ અને સદભાવનાના પાવન માર્ગ પર અગ્રસર થવાની પ્રેરણા પ્રદાન કરે છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન,ભુરવાવ ખાતે સંત નિરંકારી મિશનના ક્ષેત્રિય સંચાલક મહા.રાજેશજી બચાણીની અધ્યક્ષતામાં વિશાળ સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.પંચમહાલ જીલ્લાના અનેક ગામના ભક્તોએ હાજર રહી સત્સંગનો લાભ લીધો હતો. પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં મહા.રાજેશજીએ કહ્યું હતું કે..સંત નિરંકારી મિશન અનુસાર મુક્તિ એ મૃત્યુ પછી મળનારી કોઈ કાલ્પનિક ઘટના નથી પરંતુ આ જ જીવનમાં સદગુરૂની કૃપાથી પ્રાપ્ત થતી એક જાગૃત આત્મિક સ્થિતિ છે.મુક્તિ જીવતેજીવ મેળવવાની વસ્તુ છે.જ્યારે મનુષ્ય આ શરીર ધારણ કરીને જ સત્ય નિરાકાર પ્રભુ પરમાત્માને ઓળખી લે છે ત્યારે તે સંસારના ભય અને અજ્ઞાનતામાંથી મુક્ત થઈ જાય છે.સમયના સદગુરૂ દ્વારા પ્રત્યક્ષ પરમાત્માનો અહેસાસ-બ્રહ્મજ્ઞાન થતાં જ આત્મા પોતાના મૂળ નિરાકાર સ્વરૂપને ઓળખી લે છે,આ ઓળખ થતાં જ જન્મ-મરણ અને ભ્રમ-વહેમના બંધનો અંત પામે છે.
મુક્તિ એટલે સંસાર કે ઘરબાર છોડીને ભાગી જવું નથી પરંતુ સંસારની તમામ જવાબદારીઓ નિભાવતા રહીને પણ અહંકાર,દ્વેષ અને નકારાત્મકતાથી મુક્ત રહેવું.જ્ઞાન મળ્યા પછી મનને સતત આ નિરાકાર પરમાત્મા સાથે જોડાઈ રહેવા માટે સેવા-સિમરન અને સત્સંગને દૈનિક જીવનનો ભાગ બનાવાય છે.મુક્તિ બહાર શોધવાની કોઈ વસ્તુ નથી પરંતુ અંદર રહેલા અહંકારને છોડીને નિરાકાર સત્યને સ્વીકારવાની અનુભૂતિ છે.
મુક્તિ એટલે આ આત્માનું પરમાત્મા સાથે મિલન.જ્યાં સુધી મનુષ્ય પોતાના મર્યાદિત અહંકાર અને -પણામાં જીવે છે ત્યાં સુધી તે બંધનમાં રહે છે પરંતુ જ્યારે સદગુરૂના બ્રહ્મજ્ઞાન દ્વારા આત્મા પોતાના અહંકારને ઓગાળીને આ અનંત નિરાકાર પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય છે ત્યારે જ તેને જીવતેજીવ પૂર્ણ મુક્તિનો અનુભવ થાય છે.
આત્મા મૂળ સ્વરૂપે પરમાત્માનો અંશ છે-મુક્ત,અવિનાશી અને ભયમુક્ત છે પરંતુ અજ્ઞાનતાવશ તે સંસારના માયાજાળમાં પોતાની ઓળખ ખોઈ બેસે છે અને પોતાને લાચાર કે બંધનમાં માને છે.મુક્તિ કોઈ નવી જગ્યાએ જવું નથી પણ માત્ર પોતાની ખરી ઓળખ હું આત્મા છું,અહંકાર કે શરીર નહીં-આવો બોધ પામી લેવો તે જ સાચી મુક્તિ છે.




