
એક કોંગ્રેસ ધારાસભ્યને મળ્યું સ્થાન.બજેટ સત્ર પહેલા વિધાનસભા કામકાજ સમિતિની પુન: રચના.આગામી મહિને ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે ત્યારે સરકાર દ્વારા બજેટની તૈયારી કરવામાં આવી રહી છે.જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે. આગામી મહિને ગુજરાત સરકારનું બજેટ રજૂ થશે. બજેટને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
બજેટ સત્ર પહેલા વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુન: રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ચાર નવા સભ્યોની નિમણૂંક થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિધાનસભાના બજેટ સત્ર પહેલા કામકાજ સલાહકાર સમિતિની પુન: રચના કરવામાં આવી છે. આ સમિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી જીતુ વાઘાણી, કુંવરજી બાવળીયા અને મનીષા વકીલની નિમણૂંક થઈ છે. આ સાથે નવી સમિતિમાં કુલ સભ્યોની સંખ્યા ૯ પર પહોંચી છે.
કામકાજ સલાહકાર સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળીયા, મનીષા વકીલ, બાલકૃષ્ણ શુક્લા અને કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનો સમાવેશ થાય છે. ૯ સભ્યોની સમિતિમાં માત્ર એક કોંગ્રેસ ધારાસભ્ય સામેલ છે.
વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિ
૧.ભૂપેન્દ્ર પટેલ,મુખ્યમંત્રી
૨.હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી
૩.કનુભાઈ દેસાઈ, મંત્રી
૪.જીતુ વાઘાણી, મંત્રી
૫.ઋષિકેશ પટેલ, મંત્રી
૬.કુંવરજી બાવળીયા, મંત્રી
૭.મનીષા વકીલ, મંત્રી
૮.બાલકૃષ્ણ શુકલા, મુખ્ય દંડક
૯.તુષાર ચૌધરી, કોંગ્રેસ પક્ષ નેતા




