
મહિનાઓનું કામ અઠવાડિયામાં કરશે ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની ૪ છખ્તિર્હ લોન્ચ કર્યું કંપનીએ ક્રોમ બ્રાઉસરના ચાર કરોડ લાઈનના કોડમાં ફેરફાર કરવા માટે આ મોડલનો જ ઉપયોગ કર્યાે હતો ગૂગલે નવું એઆઈ મોડલ જેમિની ૪ Argon લોન્ચ કર્યું છે. આ મોડલનો ઉપયોગ કોડિંગ, ફાઇનાન્સ, કાયદાકીય વિશ્લેષણ, સાયબર સુરક્ષા અને વૈજ્ઞાનિક સંશોધન જેવા ક્ષેત્રોમાં કરી શકાય છે. તે મોટા સોફ્ટવેર પ્રોજેક્ટ્સમાં ફેરફાર કરવા, જટિલ સમસ્યાઓ ઉકેલવા અને લાંબા સમય સુધી ચાલતી કામગીરીમાં મદદ કરવા માટે સક્ષમ છે.ગૂગલના જણાવ્યા અનુસાર, તેના એન્ટીગ્રેવિટી પ્લેટફોર્મ પર જેમિની ૪ Argon નો ઉપયોગ કરતી ટીમોમાં એઆઈ એજન્ટ દ્વારા કોડ સબમિશનમાં ૩૫ ટકાથી વધુનો વધારો થયો છે. કોડમાં ભૂલોને કારણે અગાઉના વર્ઝન પર પાછા ફરવાની ઘટનાઓમાં લગભગ ૩૩ ટકા જેટલો ઘટાડો થયો છે. ગૂગલે તેના ક્રોમ બ્રાઉઝરના કોડમાં ફેરફાર કરવા માટે પણ આ મોડેલનો ઉપયોગ કર્યાે હતો. Chromium ના આશરે ચાર કરોડ લાઇનના કોડબેઝમાં જૂના કોડના લગભગ ૬૦ લાખ લાઇનના એક ભાગને અલગ કરવાની પ્રક્રિયામાં છર્યિહએ મદદ કરી હતી. આ કામમાં સેંકડો ફાઇલોમાં ફેરફાર કરવાની જરૂર હતી. જે કામમાં મહિનાઓ લાગી શકે તે કામ તેણે અઠવાડિયામાં પૂર્ણ કર્યું હતું. ડેલોઈટ, એમ્બિયન્સ હેલ્થકેર, લેક્સિનેક્સિ અને આસોમોફક લેબ્સ જેવી કંપનીઓ આ મોડલ યુઝ કરી રહી છે.ગૂગલ ક્રોમિયમએ ગૂગલે બનાવેલો ઓપન-સોર્સ વેબ બ્રાઉઝર પ્રોજેક્ટ છે. સરળ ભાષામાં કહીએ તો ક્રોમિયમએ પાયો છે. જેનો ઉપયોગ કરીને દુનિયાની મોટી-મોટી કંપનીઓ પોતાના વેબ બ્રાઉઝર બનાવે છે. માઈક્રોસોફ્ટ એડ્જ, ઓપેરા અને બ્રેવ જેવા પોપ્યુલર બ્રાઉઝર ક્રોમિયમના પાયા પર જ બન્યા છે. ગૂગલે પણ ક્રોમિયમનો ઉપયોગ કરીને ગૂગલ ક્રોમ બનાવ્યું છે. ક્રોમિયમમાં તેમણે ઓટોમેટિક અપડેટ્સ, ગૂગલ એકાઉન્ટ સિંક અને સિક્યોરિટી જેવા અનેક ફીચર્સ ઉમેર્યા છે.




