
કેન્દ્રનો ઐતિહાસિક ર્નિણય.વંદે માતરમને ‘જન ગણ મન’ જેવો સમાન દરજ્જાે આપવાને મંજૂરી.શ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક યોજાઈ.પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું ઐતિહાસિક પ્રતીક રાષ્ટ્રીય ગાન વંદે માતરમને દેશની એકતા અને સાર્વભૌમત્વનું પ્રતીક રાષ્ટ્રગીત જન ગણ મન જેવો જ દરજ્જાે આપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. બેઠકમાં ઉપસ્થિત મંત્રીઓએ બંગાળમાં ભાજપની જીત બદલ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.
કેબિનેટની બેઠકમાં સરકારે ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ’માં સુધારાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આ સુધારો લાગુ થયા બાદ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત ‘વંદે માતરમ’ પર એ જ નિયમો અને પ્રતિબંધો લાગુ થશે જે અત્યારે રાષ્ટ્રગીત જન ગણ મન માટે છે. તેનું ઉલ્લંઘન સંજ્ઞેય ગુનો માનવામાં આવશે. સંજ્ઞેય એટલે કે પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાનો અને કોર્ટની મંજૂરી વગર કેસની તપાસ શરૂ કરવાની સત્તા હોય છે. વર્તમાન કાયદા હેઠળ રાષ્ટ્રધ્વજ, બંધારણ અથવા રાષ્ટ્રગાનના અપમાન પર જેલ, દંડ અથવા બંને સજાની જાેગવાઈ છે. વર્તમાન ફેરફાર પછી ‘વંદે માતરમ’ને પણ આ જ દાયરામાં સામેલ કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, દેશ હાલમાં આ ગીતની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે.
વર્તમાન કાયદા અનુસાર જે વ્યક્તિ રાષ્ટ્રગાનના ગાનમાં જાણીજાેઈને અવરોધ ઊભો કરે છે, તેને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. બીજી વખત ગુનો કરવા બદલ ઓછામાં ઓછી એક વર્ષની જેલની જાેગવાઈ છે. હવે રાષ્ટ્રીય ગીતને પણ આ જ કાયદાકીય દાયરામાં લાવવામાં આવી રહ્યું છે, જેથી તેની ગરિમા જળવાઈ રહે. અગાઉ ૨૦૦૫માં કાયદામાં સુધારો કરીને ત્રિરંગાના અપમાનજનક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે વંદે માતરમ્ને રાષ્ટ્રગાનની સમાન દરજ્જાે આપવાની માંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં સંસદમાં ‘વંદે માતરમ’ની ૧૫૦મી વર્ષગાંઠ પર આયોજિત એક વિશેષ ચર્ચા દરમિયાન ઉઠી હતી.



