Ravichandran Ashwin: IPL 2024ની 14મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો વચ્ચે રમાશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ વખત ઘરઆંગણે રમશે. રાજસ્થાન રોયલ્સના દિગ્ગજ સ્પિનર આર અશ્વિન માટે પણ આ મેચ ઘણી ખાસ રહેવાની છે. આ મેચમાં તે ખાસ બેવડી સદી પૂરી કરશે.
આર અશ્વિન ખાસ ‘ડબલ સેન્ચ્યુરી’ની નજીક
આર અશ્વિન 2009થી આઈપીએલમાં રમી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 199 મેચ રમી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાનાર મેચ તેની આઈપીએલ કારકિર્દીની 200મી મેચ હશે. આ સાથે રવિચંદ્રન અશ્વિન આઈપીએલમાં 200 મેચ રમી ચૂકેલા ખેલાડીઓની એલિટ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવશે. આ યાદીમાં એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.
IPLમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓ
253 મેચ – એમએસ ધોની
245 મેચ – રોહિત શર્મા
245 મેચ – દિનેશ કાર્તિક
240 મેચ – વિરાટ કોહલી
229 મેચ – રવિન્દ્ર જાડેજા
અશ્વિન આઈપીએલમાં આ ટીમો માટે રમી ચૂક્યો છે
આર અશ્વિને 2009માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) અને દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો. તે જ સમયે, તે IPL 2022 ની મેગા હરાજીમાં જસ્થાન રોયલ્સ સાથે જોડાયો. આર અશ્વિને અત્યાર સુધી આઈપીએલમાં 199 મેચમાં 7.04ની ઈકોનોમી સાથે 172 વિકેટ ઝડપી છે. આ સાથે જ તેણે બેટ્સમેન તરીકે 743 રન બનાવ્યા છે જેમાં 1 અડધી સદી પણ સામેલ છે.