
ચાલુ મેચે સુંદરને છોડવું પડ્યું મેદાન.રિષભ પંત બાદ વધુ એક ભારતીય ખેલાડી ઈજાગ્રસ્ત.ચાલુ મેચમાં સુંદરને સાઇડ સ્ટ્રેનની સમસ્યા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું હતું.ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રિષભ પંતને ઈજા થઈ હતી. પ્રેક્ટિસ દરમિયાન થયેલી ઈજાને કારણે તે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે વડોદરાના કોટમ્બીના બીસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના વધુ એક સ્ટાર ખેલાડીને ઈજા થઈ હતી. તેને મેચની વચ્ચે જ મેદાન છોડીને જવું પડ્યું હતું.
પહેલી ODI માં શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો. આ મેચમાં સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ તક મળી. મેચમાં સુંદરને સાઇડ સ્ટ્રેનની સમસ્યા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું હતું. કોમેન્ટ્રીમાં ખુલાસો થયો હતો કે સુંદરને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.
સુંદર તાજેતરના દિવસોમાં ઈજાગ્રસ્ત થનાર ત્રીજાે ભારતીય ખેલાડી છે. રિષભ પંત પહેલા, તિલક વર્મા પણ ઈજાગ્રસ્ત થયો હતો. તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદર પણ ભારતની ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ટીમનો ભાગ છે. સુંદરની ઈજાએ હવે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ટેન્શન વધારી દીધું છે.
વડોદરા વનડેમાં વોશિંગ્ટન સુંદર ફક્ત પાંચ ઓવર જ બોલિંગ કરી શક્યો. તેણે કોઈ વિકેટ લીધી નહીં અને ૨૭ રન આપ્યા. સુંદરના ગયા પછી કેપ્ટન શુભમન ગિલ પાસે ફક્ત પાંચ બોલર બાકી રહ્યા. ટીમ ઈન્ડિયા માટે મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ બે-બે વિકેટ લીધી.




