
પસંદગીકારોના ર્નિણય પર ઉઠ્યા સવાલ સદી ફટકાર્યાના ૨૪ કલાકમાં સ્ટાર બેટર ટીમ ઇન્ડિયામાંથી આઉટ યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન ન મળવા પાછળનું મુખ્ય કારણ ટીમનું આંતરિક કોમ્બિનેશન હોવાનું સામે આવ્યું છે ઇંગ્લેન્ડ સામે રમાનારી આગામી ત્રણ વનડે મેચોની સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જાેકે, આ ટીમ પસંદગીમાં સૌથી ચોંકાવનારો ર્નિણય ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલને લઈને લેવાયો છે. ટીમની જાહેરાત થવાના બરાબર એક દિવસ (૨૪ કલાક) પહેલા જ યશસ્વીએ અફઘાનિસ્તાન સામે ૧૧૦ રનની શાનદાર અણનમ શતકીય પારી રમી હોવા છતાં તેને ઇંગ્લેન્ડ પ્રવાસની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન ન મળવા પાછળનું મુખ્ય કારણ ટીમનું આંતરિક કોમ્બિનેશન હોવાનું સામે આવ્યું છે. હાલની ટીમમાં ઓપનિંગ સ્પોટ માટે રોહિત શર્મા અને શુભમન ગિલની જાેડી નક્કી હોવાથી ઓપનર તરીકે યશસ્વી માટે જગ્યા બની રહી નથી. બીજી તરફ, તેને મિડલ ઓર્ડરમાં પણ ફિટ કરી શકાય તેમ નથી, કારણ કે ત્યાં કેએલ રાહુલ અને ઈશાન કિશન જેવા અનુભવી ખેલાડીઓએ અગાઉથી જ પોતાની દાવેદારી મજબૂત કરી રાખી છે. આ જ કારણોસર પસંદગીકારો શાનદાર ફોર્મમાં હોવા છતાં જયસ્વાલને બહાર રાખવા મજબૂર બન્યા છે.
વનડે સ્ક્વોડમાં વિરાટ કોહલીનું નામ સામેલ છે, પરંતુ તેનું રમવું હજુ નક્કી નથી. આઈપીએલ દરમિયાન લાગેલી ઈજાના કારણે તે અફઘાનિસ્તાન સામે પણ રમી શક્યો ન હતો. વિરાટ હાલ લંડનમાં પોતાનો ફિટનેસ ટેસ્ટ આપશે અને સંપૂર્ણ ફિટ જાહેર થયા બાદ જ મેદાન પર ઉતરશે.
હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તી બંને આઈપીએલ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમને વનડે સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
ટીમમાં ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારને પ્રથમ વખત તક આપવામાં આવી છે, જ્યારે ઈજા બાદ હર્ષિત રાણાની પણ સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે.



