
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિ ટ્રમ્પના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ શંકાસ્પદ વ્યક્તિ ગોલ્ફ ક્લબ કેમ્પસમાં ફરતો હતો, ફોટા અને વીડિયો લઈ રહ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો
અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે રવિવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના લોસ એન્જલસ ક્ષેત્રના ગોલ્ફ કોર્સ પાસેથી એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. તેની કારમાંથી ગન મળી આવી હતી. બે દિવસ પહેલા તે ત્યાં ટ્રમ્પ ફંડરેઝરની તૈયારીઓનું નિરીક્ષણ કરતો જાેવા મળ્યો હતો.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેલિફોર્નિયા મુલાકાત પહેલા લોસ એન્જલસ પાસે આવેલા ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબની બહાર એક શંકાસ્પદ વ્યક્તિની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટ (LACSD) અનુસાર, ધરપકડ કરાયેલ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ ૩૮ વર્ષીય જીનીન જાેન ટેલે તરીકે થઈ છે, જે કેલિફોર્નિયાના ડાઉનીનો રહેવાસી છે.પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે આરોપીને ગોલ્ફ ક્લબ પાર્કિંગમાં રોકવામાં આવ્યો હતો. તેની કારની તપાસમાં એક પિસ્તોલ અને પ્રતિબંધિત આર્મર-પિયસિંગ ગોળીઓ મળી આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ ગોલ્ફ ક્લબ કેમ્પસમાં ફરતો હતો, ફોટા અને વીડિયો લઈ રહ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. શંકાસ્પદ વ્યક્તિની હથિયાર રાખવા અને પ્રતિબંધિત દારૂગોળો રાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ FBI ના જાેઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ અને અમેરિકન સિક્રેટ સર્વિસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિ હાલમાં કસ્ટડીમાં છે અને તપાસ ચાલુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ અઠવાડિયે કેલિફોર્નિયામાં રિપબ્લિકન નેશનલ કમિટી (RNC) ના ભંડોળ એકત્ર કરવાના ડિનરમાં હાજરી આપવાના છે. તેમની મુલાકાત પહેલા કરવામાં આવેલી આ ધરપકડ સુરક્ષા દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ વોશિંગ્ટનની એક હોટલમાં વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે કોરેસ્પોન્ડન્ટ્સના ડિનરમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબાર થયો. પરિસ્થિતિ વધુ વણસી રહી હતી તે જાેઈને તેમને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ દરમિયાન સાતથી આઠ રાઉન્ડ ગોળીબાર થયો હતો.




