
મેટાને ભૂલ પર અફસોસ માર્ક ઝૂકરબર્ગે સોશિયલ મીડિયા પર ગરબડ અને ડીપફેક મુદ્દે સત્તાવાર રીતે માગી માફી ઝૂકરબર્ગે યુઝર્સની સુરક્ષા અને ડિજિટલ કન્ટેન્ટની વિશ્વસનીયતા સુધારવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે
મેટાના CEO માર્ક ઝૂકરબર્ગે પ્લેટફોર્મ પર ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યૂઝ મટીરિયલ અને ડીપફેક ટેકનોલોજીના દુરુપયોગ બદલ સત્તાવાર માફી માંગી છે. કન્ટેન્ટ મોડરેશન અને ડિજિટલ સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક સ્વીકારી, તેમણે ઊંડો અફસોસ વ્યક્ત કર્યો. ઝૂકરબર્ગે યુઝર્સની સુરક્ષા અને ડિજિટલ કન્ટેન્ટની વિશ્વસનીયતા સુધારવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે.
મેટાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માર્ક ઝૂકરબર્ગે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર થયેલી ગંભીર ચૂક બદલ સત્તાવાર રીતે માફી માગી છે, અને પોતાની ભૂલો પર ઊંડો અફસોસ વ્યક્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, મેટા પ્લેટફોર્મ્સ પર ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યૂઝ મટીરિયલ (CSAM), ડીપફેક ટેકનોલોજીના દુરુપયોગ અને અલ્ગોરિધમ સંચાલનમાં કેટલીક ગંભીર ખામીઓ અને ભૂલો સામે આવી હતી. આ ગરબડ બાદ ઝૂકરબર્ગે સ્વીકાર્યું છે કે, કન્ટેન્ટ મોડરેશન અને ડિજિટલ સુરક્ષા જાળવવામાં પ્લેટફોર્મથી ક્ષતિઓ થઈ છે. માર્ક ઝૂકરબર્ગે ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અમુક વિવાદિત અને વાંધાજનક વીડિયો હટાવવા, તેમજ કન્ટેન્ટ નિયંત્રણમાં થયેલી ગરબડ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે આશ્વાસન આપ્યું છે કે, કંપની પોતાના યુઝર્સની સુરક્ષા અને ડિજિટલ કન્ટેન્ટની વિશ્વસનીયતા સુધારવા માટે જરૂરી પગલાં લઈ રહી છે.




