
Trending
- આસો નવરાત્રિમાં પાવાગઢ ખાતે ભક્તોની ભીડને ધ્યાને રાખી વહેલી સવારે ૪:૦૦ વાગ્યાથી રોપવે સેવા શરૂ કરાશે
- મોહમ્મદ શમીની ટીમ ઈન્ડિયામાં વાપસીની શક્યતાઓ પર દિનેશ કાર્તિકનું મોટું નિવેદન
- આર્યવીર સેહવાગ વિનુ માંકડ ટ્રોફીમાં દિલ્હી અંડર-૧૯ ટીમની કેપ્ટનશીપ કરશે
- જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા પ્રદર્શનકારીએ પોલીસ બસની ચાવી આંચકી લેતાં ભારે ચર્ચા
- સુપ્રીમ કોર્ટે મહિલા સુરક્ષા અંગે દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી કડક પગલાં લેવા આદેશ કર્યો
- ચૂંટણી પંચ અને CEC જ્ઞાનેશ કુમાર સામે કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકના આક્રમક પ્રહાર
- ભારત-અમેરિકા ટ્રેડ ડીલની મુશ્કેલ વાટાઘાટો અને ટેરિફ મુદ્દે નિર્મલા સીતારમણનું મહત્વનું નિવેદન
- અમેરિકાના ઓહાયોમાં શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિર પર ઈંટો ફેંકી તોડફોડ કરાઈપુજારી, શ્રદ્ધાળુઓની હાજરીમાં ઈંટો ફેંકી મંદિરમાં તોડફોડ કરાઈ US ના ઓહાયોમાં શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિર પર હુમલો છેલ્લા ૫ વર્ષમાં અમેરિકામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડની ૧૫થી વધુ ઘટનાઓ બની ચુકી છે અમેરિકાના ઓહાયોમાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવીને ઈંટોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે મંદિરને ભારે નુકસાન થયું છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, બપોરે ૧:૩૦ વાગ્યે શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિર પર આ હુમલો થયો હતો. આ હુમલામાં મંદિરની બારીઓ તૂટી ગઈ હતી. ઘટના બની ત્યારે મંદિરની અંદર પૂજારી અને કેટલાક શ્રદ્ધાળુઓ હાજર હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ છે, જેના આધારે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. હજુ સુધી કોઈ શકમંદની ઓળખ કે ધરપકડ કરવામાં આવી નથી.હિન્દુ સ્વયંસેવક સંઘ-યુએસએના મતે, છેલ્લા ૫ વર્ષમાં અમેરિકામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડની ૧૫થી વધુ ઘટનાઓ બની ચૂકી છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે આ એક સંભવિત ‘હેટ ક્રાઇમ’ હોઈ શકે છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઓહાયો સહિત અમેરિકાના અનેક ભાગોમાં ‘હિન્દુ હેરિટેજ મંથ’ની ઉજવણી થઈ રહી છે અને નવરાત્રી પણ નજીક છે. સંસ્થાએ કાયદો અમલી કરતી એજન્સીઓ પાસે હુમલાખોરોની ઝડપથી ધરપકડ કરવાની માંગ કરી છે.


