
પાઇલટે પેરાશૂટની મદદથી વિમાનમાંથી કૂદવું પડ્યું.અલાસ્કામાં યુએસ એરફોર્સનું એક F-૩૫ જેટ ક્રેશ થયું.વિમાનમાં રહેલી ખામીને ઠીક કરવા પાયલોટે લોકહીડ માર્ટિનના પાંચ એન્જિનિયરો સાથે હવામાં કોન્ફરન્સ કોલ કર્યો હતો.અમેરિકા તેના હ્લ-૩૫ ફાઇટર જેટ પર ગર્વ કરે છે અને તેને વિશ્વનું સૌથી અદ્યતન ફાઇટર જેટ કહે છે. પરંતુ તાજેતરની ઘટનાઓએ આ જેટ વિશે વિશ્વભરમાં આશ્ચર્ય પેદા કર્યું છે. તાજેતરના સમાચાર અનુસાર, યુએસ એરફોર્સનું એક હ્લ-૩૫ જેટ અલાસ્કામાં ક્રેશ થયું હતું. અકસ્માત પહેલા પાઇલટે વિમાનને બચાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કર્યા. વિમાનમાં રહેલી ખામીને સુધારવા માટે પાયલોટે લોકહીડ માર્ટિનના પાંચ એન્જિનિયરો સાથે ૫૦ મિનિટ સુધી હવામાં કોન્ફરન્સ કોલ કર્યો. જ્યારે આ પ્રયાસ નિષ્ફળ ગયો, ત્યારે પાઇલટે પેરાશૂટની મદદથી વિમાનમાંથી કૂદવું પડ્યું. આ પછી જેટ અલાસ્કામાં રનવે પર ક્રેશ થયું. અકસ્માતનું કારણ જેટના હાઇડ્રોલિક સિસ્ટમમાં બરફનું જામી હગયો હોવાનું કહેવાય છે, જેના કારણે લેન્ડિંગ ગિયર જામ થઈ ગયો.
ઉડાન ભરતાની સાથે જ પાયલોટે ગિયર પાછો ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ડાબી બાજુ ફસાઈ ગયો. ફરીથી ગિયર નીચે કરવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. જેટના સેન્સરે ખોટો સંકેત આપ્યો કે વિમાન જમીન પર ઉતરી ગયું છે, જેના કારણે જેટ નિયંત્રણ બહાર થઈ ગયું. પાયલોટે હવામાં જ એન્જિનિયરો સાથે કોન્ફરન્સ કોલ શરૂ કર્યો અને લગભગ ૫૦ મિનિટ સુધી ખામી સુધારવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન જામ થયેલા ગિયરને સુધારવા માટે બે ‘ટચ એન્ડ ગો‘ લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ બંને વખત નિષ્ફળ ગયા. આખરે, સેન્સરમાંથી ખોટા સિગ્નલોને કારણે જેટ સંપૂર્ણપણે બેકાબૂ બની ગયું અને પાઇલટે પેરાશૂટ સાથે કૂદકો મારવો પડ્યો.
અકસ્માત પછી, જેટ રનવે પર પડ્યું અને સળગવા લાગ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, જેટ ફરતું અને આગના ગોળામાં ફેરવાતું જાેવા મળ્યું. વાયુસેનાની તપાસમાં બહાર આવ્યું છે કે જેટના આગળના અને જમણા લેન્ડિંગ ગિયરના હાઇડ્રોલિકમાં એક તૃતીયાંશ પાણી હતું, જે -૧૮ ડિગ્રી સેલ્સિયસની ઠંડીમાં થીજી ગયું. આ બરફને કારણે ગિયર જામ થઈ ગયો. આશ્ચર્યજનક રીતે અકસ્માતના નવ દિવસ પછી આ જ બેઝ પરના બીજા જેટને પણ ‘હાઇડ્રોલિક આઈસિંગ‘ની સમસ્યાનો સામનો કરવો પડ્યો, જાેકે તે સુરક્ષિત રીતે ઉતર્યું. તપાસમાં સ્પષ્ટ થયું કે કોલ દરમિયાન લેવામાં આવેલા ર્નિણયો અને ખતરનાક સામગ્રીના સંચાલનમાં બેદરકારી આ અકસ્માતના મુખ્ય કારણો હતા.
