Microsoft: એપલ અને માઇક્રોસોફ્ટ વચ્ચે નંબર વન ટેક કંપની બનવા માટે લડાઈ ચાલુ છે. આ વર્ષે જાન્યુઆરીમાં માઇક્રોસોફ્ટે એપલને દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની બનવાની રેસમાં પાછળ છોડી દીધી હતી.
બુધવારે એપલ ફરી એક વખત માઈક્રોસોફ્ટને ટોચના સ્થાનેથી હટાવીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. તમને જણાવી દઈએ કે આઈફોન ઉત્પાદક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીમાં ખૂબ જ સક્રિય છે.
એપલના શેરમાં બે ટકાનો વધારો નોંધાયો હતો અને આ સાથે તેના શેર બે ટકાથી વધુ વધીને 211.75 ડોલર થયા હતા. આ પછી તેમની કંપનીની માર્કેટ વેલ્યુ 3.25 ટ્રિલિયન ડોલર થઈ ગઈ.
તેની સરખામણીમાં, માઇક્રોસોફ્ટનું માર્કેટ કેપિટલાઇઝેશન $3.24 ટ્રિલિયન છે. પાંચ મહિનામાં આ પ્રથમ વખત છે જ્યારે કંપની એપલની પાછળ પડી છે.