ઈન્ડોનેશિયા નજીક ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 છે. આ આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આ ભૂકંપ ઈન્ડોનેશિયાથી 143 કિમી દક્ષિણ પૂર્વમાં આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?
- 0 થી 1.9 સિસ્મોગ્રાફથી માહિતી મેળવવામાં આવે છે.
- 2 થી 2.9 બહુ ઓછા કંપન દર્શાવે છે
- 3 થી 3.9 એવું જણાશે કે જાણે કોઈ ભારે વાહન ત્યાંથી પસાર થયું હોય
- 4 થી 4.9 ઘરમાં રાખેલી વસ્તુઓ તેમની જગ્યાએથી પડી શકે છે.
- 5 થી 5.9 ભારે વસ્તુઓ અને ફર્નિચર પણ ખસેડી શકે છે
- 6 થી 6.9 બિલ્ડિંગના પાયામાં તિરાડ પડી શકે છે
- 7 થી 7.9 ઈમારતો ધરાશાયી
- 8 થી 8.9 સુનામીનો ભય, વધુ તબાહી
- 9 અથવા વધુ ગંભીર આફતો, પૃથ્વીના આંચકા સ્પષ્ટપણે અનુભવવામાં આવશે