
પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ UNમાં અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશે હવાઈ હુમલાઓમાં મહિલાઓ, બાળકો અને ક્રિકેટરોના મોતની નિંદા કરી
પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉકેલવા માટે આતુર હતું, પણ હવે તેણે અરુણાચલ પ્રદેશના મામલે ચીનને સત્તાવાર સમર્થન આપીને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કર્યો છે. જેના જવાબમાં, ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(ેંદ્ગજીઝ્ર)માં અફઘાનિસ્તાનની ચર્ચા દરમિયાન પાકિસ્તાન પર આકરો પ્રહાર કર્યો.
ભારતે પહેલીવાર ખુલ્લેઆમ તાલિબાન સરકારના સમર્થનમાં વાત કરતાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશે અફઘાનિસ્તાનમાં થયેલા હવાઈ હુમલાઓમાં નિર્દોષ મહિલાઓ, બાળકો અને ક્રિકેટરોના મોતની સખત નિંદા કરી. તેમણે કહ્યું કે આવા હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે અને તે સંઘર્ષ કરી રહેલા દેશને વધુ નુકસાન પહોંચાડે છે. ભારતે ‘વેપાર અને ટ્રાન્ઝિટ ટેરરિઝમ‘નો મુદ્દો ઉઠાવ્યો, જેનો સ્પષ્ટ ઇશારો પાકિસ્તાન તરફ હતો. ભારતે ભારપૂર્વક જણાવ્યું કે લેન્ડલોક્ડ દેશની જીવનરેખાને બંધ કરવી એ ઉ્ર્ંના નિયમોની વિરુદ્ધ છે અને તે યુદ્ધ જેવું કૃત્ય ગણાય. આ ઉપરાંત, ભારતે અફઘાનિસ્તાનની પ્રાદેશિક અખંડિતતા, સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાને મજબૂત સમર્થન આપવાની વાત પણ કરી. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકજૂથ થઈને ૈંજીૈંન્, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને તેમના સહયોગીઓ જેવા આતંકવાદી સંગઠનોને સરહદ પાર આતંક ફેલાવતા રોકવા માટે સાથે મળીને કામ કરવા જણાવ્યું.




