
અમેરિકામાં આયાત કરવાામાં આવતા બધા મધ્યમ અને ભારે ટ્રકો પર ૨૫ ટકા ટેરિફ લગાવવામાં આવશે. આ પગલું અમેરિકા ફર્સ્ટ નીતિને આગળ વધારવાના ઉદ્દેશથી લેવામાં આવ્યું છે, જેથી વિદેશી કંપનીઓ પર ર્નિભરતા ઘટાડી શકાય.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી આર્થિક જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે, ૧ નવેમ્બર ૨૦૨૫થી અમેરિકામાં આયાત કરવાામાં આવતા બધા મધ્યમ અને ભારે ટ્રકો પર ૨૫ ટકા ટેરિફ લગાવવામાં આવશે. આ પગલું અમેરિકા ફર્સ્ટ નીતિને આગળ વધારવાના ઉદ્દેશથી લેવામાં આવ્યું છે, જેથી વિદેશી કંપનીઓ પર ર્નિભરતા ઘટાડી શકાય અને ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહન મળે.
વિદેશી કંપનીઓ પર વધશે દબાણ-ટ્રમ્પના આ ર્નિણયની સીધી અસર યૂરોપ અને એશિયાની ઘણી મોટી વાહન કંપનીઓ પર પડશે, જે અમેરિકામાં ટ્રક નિકાસ કરે છે. ૨૫ ટકા ટેરિફ લાગવાથી આ કંપનીઓના ટ્રકોની કિંમત વધી જશે, જેનાથી તેમનું અમેરિકી બજારમાં ટકી રહેવું મુશ્કેલ થઈ શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ પગલાથી વિદેશી વાહન નિર્માતા કંપનીઓને અમેરિકામાં ફેક્ટરી લગાવવા પર મજબૂર થવું પડશે, અથવા ભાવ ઘટાડવા પડશે. તેનાથી અમેરિકા ટ્રક ઉદ્યોગને મોટો ફાયદો મળવાની આશા છે.
‘મેડ ઈન અમેરિકા’ને મળશે પ્રોત્સાહન-ટ્રમ્પે કહ્યું કે, આ નીતિનો ઉદ્દેશ અમેરિકી ઓટો ઈન્સ્ટ્રીને પુનર્જીવિત કરવાનો અને દેશના લોકો માટે વધારે રોજગારની તક પેદા કરવાનો છે. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, આપણે પોતાના દેશમાં ઉત્પાદન કરીએ અને આપણી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવીએ. માનવામાં આવી રહ્યું છે કે, આ ર્નિણય ન માત્ર ઘરેલૂ કંપનીઓ જેવી કે ફોર્ડ અને ટેસ્લાને ફાયદો આપશે, પરંતુ તેનાથી અમેરિકા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ અને રોજગારની તકો વધશે.
એક્સપર્ટની સલાહ અને શક્ય અસર-આર્થિક જાણકારોનું કહેવું છે કે, ટ્રમ્પનું આ પગલું અમેરિકા-ચીન અને અમેરિકા-યૂરોપની વચ્ચે નવા વ્યાપારિક તણાવને જન્મ આપી શકે છે. ઘણા દેશ આ ર્નિણયને સંરક્ષણવાદી નીતિના રૂપિયમાં જાેઈ રહ્યા છે. જાે કે, ટ્રમ્પ સમર્થકોનું માનવું છે કે, આ ર્નિણય અમેરિકાની આર્ત્મનિભરતાની દિશામાં ઐતિહાસિક સાબિત થઈ શકે છે. હવે જાેવાનું એ રહે છે કે ૧ નવેમ્બર, ૨૦૨૫ પહેલા વિદેશી કંપનીઓ તેમના બિઝનેસ મોડેલમાં શું ફેરફાર કરે છે.
