
ઈરાનની ધમકીથી હડકંપ, ભારત માટે ચિંતાજનક! હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંદેબ પણ બંધ થઈ શકે છે ભારતની લગભગ ૮૫ ટકા ઓઈલ-ગેસ આયાત હોર્મુઝ, બાબ અલ મંદેબ, લાલ સાગર અને સુવેજ નહેરથી પસાર થાય છે ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકાનું યુદ્ધ હવે વધુ વકરી રહ્યું છે. એક ઈરાની સૈન્ય અધિકારીએ એવી ચેતવણી ઉચ્ચારી છે કે જાે અમેરિકા રણનીતિક ભૂલ કરશે તો ઈરાન હોર્મુઝ બાદ બીજા સ્ટ્રેટેજિક વોટરવેઝ એટલે કે બાબ અલ મંદેબને પણ બંધ કરી દેશે. એનર્જી લાઈફલાઈન કહેવાતા હોર્મુઝ સ્ટ્રેટના બંધ થવાથી ભારત સહિત સમગ્ર દુનિયામાં ઓઈલ અને ગેસના સપ્લાયને લઈને હાહાકાર મચેલો છે. આવામાં જાે બાબ અલ મંદેબ પણ બંધ થઈ ગયો તો દુનિયાનો એનર્જી સપ્લાય વધુ ઠપ્પ થઈ શકે છે. જેની અસર ભારત સહિત દેશો પર પડી શકે છે. કારણ કે તેલ અને ગેસની આયાત માટે ૮૦-૯૦ ટકા સુધી આ દેશો ખાડી દેશો પર ર્નિભર રહે છે. હોર્મુઝ બંધ તવાથી ભારતના ઓઈલ અને ગેસના સપ્લાય પર અસર પડી છે. હવે બાબ અલ મંદેબ ભારતની ચિંતા વધારી શકે છે.
વિશેષજ્ઞો બાબ અલ મંદેબને ઈરાનો બીજાે હોર્મુઝ સ્ટ્રેટ કહે છે. તે ઈરાનનો એક એવો પ્રેશર પોઈન્ટ છે જ્યાં ઈરાન યમનમાં પોતાના સહયોગી હૂતી વિદ્રોહીઓને પાવર આપી શકે છે. આ હૂતી વિદ્રોહીઓએ ઈઝરાયેલના ગાઝા પર હુમલા દરમિયાન લાલ સાગરમાં કોહરામ મચાવ્યો હતો. અહીંથી ઓઈલ ટેન્કરો જતા પણ બીતા હતા. ત્યારબાદ અમેરિકાએ પોતાની નેવી તૈનાત કરવાની ફરજ પડી હતી. હવે સવાલ એ છે કે બાબ અલ મંદેબ આમ તો ઈરાનથી ઘણું દૂર છે અને તેનો તે વિસ્તાર પર અધિકાર પણ નથી તો પછી તે આવી ધમકી કેમ આપે છે. જેનું કારણ એ છે કે ઈરાને યમનમાં હૂતીઓના આંદોલનનું સમર્થન કરેલું છે અને આ હૂતીઓનો જ બાબ અલ મંદેબ પર કબજાે છે. નવેમ્બેર ૨૦૨૩થી જ હૂતી સુરક્ષા દળોએ લાલ સાગરમાંથી પસાર થતા વેપારી જહાજાે પર ૧૦૦થી વધુ હુમલા કર્યા જેનાથી ૬૦થી વધુ દેશો પ્રભાવિત થયા હતા. જેની અસર એ પડી કે ૨૦૨૪ના અંતમાં બાબ અલ મંદેબમાથી પસાર થતા ઓઈલના જહાજાેનો ફ્લો ૫૦ ટકાથી વધુ ઘટી ગયો. જેમાં લક્વિડ નેચરલ ગેસ એટલે કે ન્દ્ગય્ ટેન્કર પણ સામેલ છે. હૂતી ભલે આ યુદ્ધમાં સીધી રીતે સામેલ નથી પરંતુ તેણે ચેતવણી આપેલી છે કે તેની આંગળીઓ ટ્રિગર પર જ છે.
બાબ અલ મંદેબને અરબી ભાષામાં દુખનું દ્વાર કહે છે. તે ૨૬ કિમીનો એક સમુદ્રી સાંકડો માર્ગ છે જે યમન અને હોર્ન ઓફ આફ્રીકાના દેશ જિબૂતી વચ્ચે છે. તે લાલ સાગરમાં પ્રવેશ કરવાનો ગેટ પણ છે. જ્યાંથી પસાર થઈને સુવેજ નહેર સુધી પહોંચી શકાય છે. આ સાથે જ લાલ સાગરને એડનની ખાડી સાથે પણ જાેડે છે. તે હિન્દ મહાસાગર માટે પણ પહોંચ આપે છે. તે ભારતથી લગભગ ૪૦૦૦ કિમી દૂર છે.
યમન અને ગલ્ફ મેરીટાઈમ સિક્યોરિટી એક્સપર્ટ લુકા નિવોલા કહે છે કે હોર્મુઝ ઠપ થયા બાદ હવે જાે હૂતીઓએ બાબ અલ મંદેબ પણ બંધ કર્યો તો સમગ્ર ગલ્ફનું ઓઈલ ઈમ્પોર્ટ ગણતરીના સપ્તાહમાં અચાનક ઠપ પડી જશે. રિપોર્ટ્સ મુજબ OPEC પ્લસ દેશોની ઉત્પાદન ક્ષમતા બેસી જશે. હોર્મુઝ અને બાબ અલ મંદેબ બંને ચોક પોઈન્ટ્સ બંધ થવાથી ખાડીના દેશો પાસે કોઈ વિકલ્પ પણ નહીં રહે. ભારતની લગભગ ૮૫ ટકા ઓઈલ-ગેસ આયાત હોર્મુઝ, બાબ અલ મંદેબ, લાલ સાગર અને સુવેજ નહેરથી પસાર થાય છે. આ ઉપરાંત ભારતનો લગભગ ૩૫ ટકા નિકાસ વેપાર પણ લાલ સાગર અને સુએજ નહેરથી થાય છે. જેનો એક ચોક પોઈન્ટ બાબ અલ મંદેબ પણ છે.




