
ઓક્ટોબર-૨૦૨૩થી યુદ્ધમાં પેલેસ્ટાઈનના ૭૨,૨૦૦થી વધુ નાગરિકો માર્યા ગયા ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં બે બાળકો સહિત ૧૨નાં મોત ઇઝરાયેલ અને હમાસ વચ્ચે બે વર્ષથી વધુ ચાલેલા યુદ્ધને રોકવા માટે થયેલા યુદ્ધવિરામ કરાર છતાં ગાઝામાં નિરંતર લોકોના મોત થઈ રહ્યા છે.
ઈઝરાયેલના સૈન્ય દ્વારા ગાઝા પટ્ટીમાં કરાયેલા હુમલામાં બે બાળકો, એક ગર્ભવતી મહિલા અને આઠ પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા ૧૨ નાગરિકોના મોત થયા છે. મધ્ય ગાઝામાં આવેલી નુસેરાત શરણાર્થી શિબિરમાં રવિવારે સવારે એક ઘર પર થયેલા હુમલામાં એક દંપતી અને તેમના ૧૦ વર્ષના પુત્ર સહિત ચાર લોકોના મોત થયા હતા. હોસ્પિટલના જણાવ્યા અનુસાર મૃતક મહિલા જાેડિયા બાળકો સાથે ગર્ભવતી હતી. અન્ય એક હુમલામાં ઝવૈદા શહેરના પ્રવેશદ્વાર પાસે પોલીસ વાહનને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું, જેમાં વરિષ્ઠ પોલીસ અધિકારી કર્નલ ઇયાદ અબ યુસુફ સહિત આઠ પોલીસકર્મીઓના મોત થયા હતા. ઇઝરાયેલની સેનાએ જણાવ્યું હતું કે તેમણે એક આતંકવાદી દ્વારા સૈનિકો પર કરવામાં આવેલા ગોળીબારના જવાબમાં આ કાર્યવાહી કરી હતી.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે બે વર્ષથી વધુ ચાલેલા યુદ્ધને રોકવા માટે થયેલા યુદ્ધવિરામ કરાર છતાં ગાઝામાં નિરંતર લોકોના મોત થઈ રહ્યા છે. જાેકે મોટું યુદ્ધ શમી ગયું છે, પરંતુ ઇઝરાયેલ દ્વારા લગભગ દરરોજ ફાયરિંગ અને હવાઈ હુમલા કરવામાં આવે છે. ઓક્ટોબર ૨૦૨૩થી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં પેલેસ્ટાઈનના કુલ ૭૨,૨૦૦થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.બીજી તરફ, ઇઝરાયેલે જાહેરાત કરી છે કે તે બે અઠવાડિયાના વિરામ બાદ આગામી બુધવારથી ઇજિપ્ત સાથેની ગાઝાની રફા સરહદ ફરીથી ખોલવાની મંજૂરી આપશે. આ સરહદ પરથી બંને તરફ મર્યાદિત મુસાફરોની અવરજવર શરૂ થશે.




