
જહાજ પરવાનગી વિના પાર કરી રહ્યું હતું હોર્મુઝની સ્ટ્રેટ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક જહાજ પર હુમલો ઈરાને જહાજ પર મિસાઇલ છોડી, જેના કારણે તે ધુમાડામાં ડૂબી ગયું, વીડિયોમાં ધુમાડો પણ દેખાય છે મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવથી કોઈ અજાણ નથી. આ સંઘર્ષને કારણે મિસાઇલ હુમલાના વીડિયો રોજ વાયરલ થતા રહે છે. આ દરમિયાન, મધ્ય પૂર્વમાંથી એક વીડિયો સામે આવ્યો છે જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા એક જહાજને મિસાઇલનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેમાંથી ધુમાડા નિકળતા જાેવા મળ્યા હતા. આ વીડિયો સામે આવતાની સાથે જ, ડર, ચર્ચા અને રાજકીય તણાવ વધી ગયું છે. લોકો તે પ્રદેશમાં વધતા તણાવ સાથે જાેડી રહ્યા છે અને અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ પોસ્ટ મુજબ, એક જહાજ હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જહાજ ઈરાનની પરવાનગી વિના હોર્મુઝની સ્ટ્રેટ પાર કરી રહ્યું હતું. ઈરાને જહાજ પર મિસાઇલ છોડી, જેના કારણે તે ધુમાડામાં ડૂબી ગયું. વીડિયોમાં ધુમાડો પણ દેખાય છે.
એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાને અગાઉ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજને ચેતવણી આપી હતી, પરંતુ તેમ છતાં, જહાજ પસાર થવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ ઈરાને જહાજ પર મિસાઈલ હુમલો કર્યો. વાયરલ ક્લિપમાં જહાજ પરના હુમલાથી સમુદ્રમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જાેવા મળે છે, જે બાદ વિવિધ દાવાઓ થયા છે.
વીડિયો સામે આવતાની સાથે જ યુઝર્સ ચિંતા અને આશ્ચર્ય વ્યક્ત કરવા લાગ્યા. એક યુઝરે ટિપ્પણી કરી કે, “સાચું કહું તો, હું ઈરાનથી ડરું છું,” જ્યારે બીજાએ ટિપ્પણી કરી, “ઈરાન પોતાની શક્તિ બતાવવામાં કોઈ કસર છોડી રહ્યું નથી.” બીજા યુઝરે, વીડિયો જાેયા પછી, ટિપ્પણી કરી, “એવું લાગે છે કે હોર્મુઝ અને ઓમાનનો અખાત આગામી દિવસોમાં મુખ્ય યુદ્ધ ક્ષેત્ર બની શકે છે.” બીજા યુઝરે ટિપ્પણી કરી કે, “આ યુદ્ધ લાંબું થઈ શકે છે.




