Putin statement on peace
Putin peace talks Ukraine : યુક્રેન-રશિયા યુદ્ધને લઈને શાંતિ મંત્રણાને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે મોટું નિવેદન આપ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું હતું કે યુક્રેન પર સંભવિત શાંતિ વાટાઘાટોમાં ચીન, ભારત અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. Putin peace talks Ukraine તિને જણાવ્યું હતું કે યુદ્ધના પ્રથમ સપ્તાહમાં ઇસ્તંબુલમાં વાટાઘાટો દરમિયાન રશિયન અને યુક્રેનિયન વાટાઘાટકારો વચ્ચે થયેલ પ્રારંભિક સમજૂતી, જે ક્યારેય લાગુ કરવામાં આવી ન હતી, તે વાટાઘાટો માટેનો આધાર બનાવી શકે છે.
ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં આ વાત કહી
પુતિને કહ્યું કે ચીન, ભારત અને બ્રાઝિલ યુક્રેન પર સંભવિત શાંતિ વાટાઘાટોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. પુતિને આ વાતો ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં કહી હતી. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય યુક્રેનના ડોનબાસ પ્રદેશ પર કબજો કરવાનો છે. રશિયન દળો ધીમે ધીમે કુર્સ્ક ક્ષેત્રમાંથી યુક્રેનિયન દળોને બહાર કાઢી રહ્યા છે. પુતિનનું આ નિવેદન પીએમ મોદીની ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાત અને જુલાઈમાં રશિયાની મુલાકાત બાદ આવ્યું છે.
PMએ યુક્રેન અને રશિયાની મુલાકાત લીધી હતી
પીએમ મોદીએ 23 ઓગસ્ટના રોજ રશિયાના પ્રવાસ બાદ યુક્રેનની મુલાકાત લીધી હતી, તેઓ પોલેન્ડથી ટ્રેન દ્વારા કિવ પહોંચ્યા હતા. અહીં તેમનો અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો ફોટો ઝડપથી વાયરલ થઈ ગયો. Putin peace talks Ukraine જ્યારે પીએમ મોદી જુલાઈમાં રશિયા ગયા હતા. આ સમય દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિએ તેમને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને પોતાના હાથથી ગળામાં પહેરાવ્યા. આ દરમિયાન બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેના કારણે ઝેલેન્સકી ગુસ્સે થઈ ગયા. પીએમ મોદીની આ બંને મુલાકાતો ખૂબ મહત્વની હતી, જેની વૈશ્વિક સ્તરે ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો – Modi Lawrence Wong meeting : સિંગાપોરમાં વડાપ્રધાન મોદીએ કરી સમકક્ષ નેતા લોરેન્સ વોંગ સાથે મુલાકાત, કહી આવી વાત