
સોશિયલ મીડિયા પર ચર્ચાએ પકડયું જાેર પાક. નેતા બિલાવલ ભુટ્ટો કરશે યુરોપિયન રાજકુમારી સાથે લગ્ન? વાયરલ દાવાઓમાં તેમને ઓસ્ટ્રિયાના છેલ્લા સમ્રાટ ચાર્લ્સની પૌત્રી તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વડા અને પાકિસ્તાનના જાણીતા રાજકીય નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમની રાજનીતિ નહીં પરંતુ તેમના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર અટકળો તેજ બની છે. સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે ૩૮ વર્ષીય બિલાવલ યુરોપિયન રાજવી પરિવાર સાથે જાેડાયેલી ગ્લોરિયા વોન હેબ્સબર્ગ સાથે લગ્ન કરી શકે છે. જાેકે, આ દાવાઓને (PPP) દ્વારા સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા છે.બિલાવલના પિતા અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી જ્યારે સાત દિવસની ખાનગી મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા ત્યારે લગ્નની અટકળોએ જાેર પકડ્યું. પાકિસ્તાની રાષ્ટ્રપતિ કાર્યાલયે ૨૭ ઓગસ્ટે તેમના વિદેશ પ્રવાસની માહિતી આપી હતી, પરંતુ પ્રવાસનું ચોક્કસ સ્થળ અને હેતુ જાહેર કરવામાં આવ્યો નહોતો. ત્યારબાદ કેટલાક પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે ઝરદારી પોતાના પુત્રના લગ્નની તૈયારીઓ માટે યુરોપ ગયા છે. આ અહેવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને ત્યારથી બિલાવલના સંભવિત લગ્નને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ.સોશિયલ મીડિયા પર સંભવિત દુલ્હન તરીકે ગ્લોરિયા વોન હેબ્સબર્ગનું નામ સામે આવ્યું છે. વાયરલ દાવાઓમાં તેમને ઓસ્ટ્રિયાના છેલ્લા સમ્રાટ ચા I ર્લ્સI ની પૌત્રી તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો બિલાવલ અને ગ્લોરિયાના લગ્નની તારીખ પણ ૨૦૨૬ના અંત સુધીમાં નક્કી થઈ શકે તેવી અટકળો લગાવી છે. જાેકે, આ તમામ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બિલાવલ અથવા તેમના પરિવાર તરફથી ગ્લોરિયા સાથે સંબંધ, સગાઈ કે લગ્ન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.લગ્નની ચર્ચા વધતા (PPP) તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.(PPP) નેતા અને કરાચીના મેયર મુર્તઝા વહાબે બિલાવલના લગ્ન અંગે ચાલી રહેલા અહેવાલોને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે બિલાવલ અથવા તેમના પરિવાર દ્વારા લગ્ન કે સગાઈ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલે હાલમાં બિલાવલ ભુટ્ટો યુરોપિયન રાજકુમારી સાથે લગ્ન કરશે તેવો દાવો માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો સુધી મર્યાદિત છે.બિલાવલ ભુટ્ટોએ અગાઉ પણ પોતાના લગ્ન અંગે વાત કરી છે. ૨૦૨૨માં યુએન જનરલ એસેમ્બલી દરમિયાન જ્યારે તેમને લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેઓ હસ્યા હતા અને કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે લગ્ન કરવા માંગે છે. જાેકે, તેમણે મજાકિયા અંદાજમાં એમ પણ કહ્યું હતું કે જે મહિલા તેમની સાથે લગ્ન કરશે, તેણે પહેલાં તેમની બહેનોના દિલ જીતવા પડશે. હાલ ગ્લોરિયા વોન હેબ્સબર્ગ સાથે તેમના લગ્ન અંગે કોઈ સત્તાવાર જાહેરાત ન હોવાથી આ ચર્ચાને અફવા તરીકે જ જાેવી યોગ્ય છે.




