
મ્યુઝિક કંપની ટ્રેકના માલિકી હક્ક ધરાવે છે બટવારા ૧૯૪૭ની ઈવેન્ટમાં પ્રીતિનું જૂનું ગીત વગાડાતાં કાનૂની નોટિસ કાર્યક્રમમાં સની દેઉલ અને પ્રીતિ ઝિન્ટા પર ‘કલ હો ના હો’માંથી ‘પ્રીટી વુમન’ ગીત જરૂરી મંજૂરી વિના વગાડવામાં આવ્યું હતું
‘બટવારા ૧૯૪૭’ના પ્રમોશનલ કાર્યક્રમે એક કોપીરાઈટ વિખવાદ જગાવ્યો છે, જેમાં ફોનોગ્રાફિક પર્ફાેમન્સ લિમિટેડ (પીપીએલ)એ આમિર ખાન પ્રોડક્શન, જુનૈદ ખાન અને નિખત ખાન હેગડેને રૂા. એક કરોડની કાનૂની નોટિસ ફટકારી છે. નોટિસમાં આરોપ કરાયો છે કે ૧૨ ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં સની દેઉલ અને પ્રીતિ ઝિન્ટા પર ‘કલ હો ના હો’માંથી ‘પ્રીટી વુમન’ ગીત જરૂરી મંજૂરી વિના વગાડવામાં આવ્યું હતું.પીપીએલનો દાવો છે કે સંબંધિત મ્યુઝિક કંપની ટ્રેકના માલિકી હક્ક ધરાવે છે જ્યારે તેની પાસે પાંચસોથી વધુ સંગીત કંપનીઓએ સોંપેલા જાહેર પરફોર્મન્સ અધિકાર છે. તેણે લાગુ પડતી લાયસન્સ ફી ઉપરાંત રૂા. એક કરોડ નુકસાની પેટે માગ્યા છે અને સંબંધિત પક્ષોને તેનું પાલન કરવા માટે સાત દિવસનો સમય આપ્યો છે.પીપીએલએ ચેતવણી આપી છે કે આમ કરવામાં નિષ્ફળ જવાથી સંબંધિત પક્ષો સામે સિવિલ કેસ, મનાઈ હુકમ અને કોપીરાઈટ કાયદા હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી શકે.જાેકે, આમિર ખાન પ્રોડક્શને એમ કહીને હાથ ઊંચા કરી દીધા છે કે તેણે આ કાર્યક્રમનું આયોજન કે સંચાલન કર્યાં ન હતાં. સમગ્ર કાર્યક્રમ દિલ્હીની હિન્દુ કોલેજ દ્વારા આયોજિત કરાયો હતો અને તેના પ્રતિનિધિઓ માત્ર મહેમાન તરીકે હાજર રહ્યા હોવાથી વગાડવામાં આવતા સંગીત પર તેમનું કોઈ નિયંત્રણ નહોતું. હવે વિવાદનું કેન્દ્ર બિંદુ છે કે કથિત ગેરકાયદે પરફોર્મન્સ માટે જવાબદારી કોની છે.




