
ઈશાન કિશને તોડ્યો સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ ઈશાન કિશન ટી ૨૦માં એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બન્યો તેના બેટથી વર્ષ ૨૦૨૬મા અત્યાર સુધી ૧૨૨૦ રન નીકળ્યા છે, તો સૂર્યકુમારે વર્ષ ૨૦૨૨મા ૧૧૬૪ રન બનાવ્યા હતા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી૨૦ સિરીઝના છેલ્લા મુકાબલામાં ટીમ ઈન્ડિયા તરફથી ઈશાન કિશને શાનદાર અડધી સદી પટકારી હતી. ઈશાને ૩૨ બોલમાં ૬૧ રન બનાવ્યા હતા. આ સાથે તેણે પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી દીધો છે. ઈશાન કિશન જે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહ્યો તેની ૨૦૨૬મા વાપસી થઈ હતી. આ વાપસી બાદ ઈશાન સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. હવે ઈશાન કિશન ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ભારત તરફથી એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે, તેણે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી દીધો છે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી૨૦ સિરીઝમાં ઈશાન કિશન પ્રથમ મેચ રમ્યા બાદ ઈજાને કારણે આગામી બે મેચમાં બહાર થઈ ગયો હતો. ત્યારબાદ ચોથી ટી૨૦ મેચમાં તેની વાપસી થઈ પરંતુ તે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. હવે ઈશાન કિશને પાંચમી ટી૨૦ મેચમાં શાનદાર બેટિંગ કરી છે. ભારતે ૯ રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ ઈશાન કિશને શાનદાર અડધી સદી ફટકારી હતી. ઈશાન કિશને ૩૨ બોલમાં ૬૧ રન બનાવ્યા હતા.
આ દરમિયાન તેણે એક વર્ષમાં સૌથી વધુ રન બનાવવા મામલે સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધો છે, જેમાં તેના બેટથી વર્ષ ૨૦૨૬મા અત્યાર સુધી ૧૨૨૦ રન નીકળ્યા છે, તો સૂર્યકુમાર યાદવે વર્ષ ૨૦૨૨મા ૧૧૬૪ રન બનાવ્યા હતા.
ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય
ઈશાન કિશન – ૧૨૨૦ રન (વર્ષ ૨૦૨૬)
સૂર્યકુમાર યાદવ – ૧૧૬૪ (વર્ષ ૨૦૨૨)
અભિષેક શર્મા – ૧૧૫૩ રન (વર્ષ ૨૦૨૬)
અભિષેક શર્મા- ૮૫૯ રન (વર્ષ ૨૦૨૫)
સંજૂ સેમસન – ૮૧૦ રન (વર્ષ ૨૦૨૬)
ઈશાન કિશને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૫મી ટી૨૦ મેચમાં પોતાની ૬૧ રનની ઈનિંગ દરમિયાન ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૨૦૦૦ રનનો આંકડો પાર કર્યો છે. આ સાથે ઈશાન સૌથી ઓછા બોલમાં ૨૦૦૦ રનનો આંકડો પાર કરનાર ત્રીજાે ભારતીય પણ બની ગયો છે, તેણે ૧૩૪૫ બોલમાં આ સિદ્ધિ મેળવી છે. આ લિસ્ટમાં પ્રથમ નંબર પર ૧૦૨૪ બોલની સાથે અભિષેક શર્મા છે તો ૧૧૬૪ બોલની સાથે સૂર્યકુમાર યાદવ છે.




