
૭ દિવસમાં બીજીવાર નોંધાયો ધરતીકંપ જાપાનમાં વહેલી સવારે નોંધાયો ૬ ની તીવ્રતાનો ભૂકંપ કેટલાક દિવસોથી જાપાનમાં ભૂકંપના ઝટકા નોંધાઈ રહ્યા છે
જાપાનમાં ફરી એક વખત ધરતીકંપ નોંધાયો છે. રવિવારે વહેલી સવારે ૬ ની તીવ્રતાનો ભૂકંપ જાપાનમાં નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જાપાનના શીમાથી ૫૮ ાદ્બ દૂર નોંધાયું હતું. રવિવારે વહેલી સવારે આવેલા આ ભૂકંપમાં જાનમાલની નુકસાની ની જાણકારી હજુ સુધી સામે આવી નથી.
જાપાનમાં આવેલા ભૂકંપની મળતી વિગતો અનુસાર ૧ નવેમ્બર રવિવારે વહેલી સવારે ૩.૪૫ મિનિટ ભૂકંપ નો ઝટકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬ ની નોંધાઈ હતી. ૧ નવેમ્બરે આવેલા ભૂકંપ પહેલા ૨૫ ઓક્ટોબરે પણ જાપાનના બોનીન ટાપુ પાસે ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આમ જાપાનમાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપ આવવાની ગતિવિધિઓ વધી રહી છે.
એક્સપર્ટ અનુસાર જાપાન પ્રશાંત મહાસાગરના એવા વિસ્તારમાં આવે છે જ્યાં ઘણી ટેકટોનિક પ્લેટ મળે છે. જેના કારણે જ જાપાન અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા નોંધાતા હોય છે. આ વિસ્તારમાં જ્યારે પ્લેટો ખસકતી રહે છે ત્યારે પ્રેશર અને ઊર્જાના કારણે ભૂકંપનો ઝટકો નોંધાય છે. આ ગતિવિધિઓને રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. જાપાનમાં છેલ્લા કેટલાક દિવસોમાં આવી ગતિવિધિઓ વધી છે
ભૂકંપની તીવ્રતાની વાત કરીએ તો ૨ કે તેનાથી ઓછી તીવ્રતાના ભૂકંપને માઇક્રો ભૂકંપ કહેવામાં આવે છે આવા ઝટકાનો અનુભવ ઘણી વખત થતો પણ નથી. જ્યારે ભૂકંપ ૪ કે ૪.૫ થી વધુની તીવ્રતાનો હોય છે ત્યારે ધરતી હલી હોય તેવો અનુભવ થાય છે. આવા ભૂકંપમાં ઘરને નાનું મોટું નુકસાન પણ થઈ શકે છે. ૪.૫ થી વધારેની તીવ્રતાના ભૂકંપને ખતરનાક માનવામાં આવે છે. જેમાં સૌથી વધારે ખરાબ ૭ ની તીવ્રતાનો ભૂકંપ ગણાય છે. આવા ભૂકંપમાં જાનમાલમાં મોટી નુકસાની થવાની સંભાવના હોય છે. જાપાનમાં પણ છેલ્લા એક સપ્તાહથી ૬ અને ૬ થી વધુની તીવ્રતાના ભૂકંપ નોંધાઈ રહ્યા છે. જાેકે સદનસીબે રવિવારે આવેલા ભૂકંપમાં હજુ સુધી ભૂકંપમાં જાનમાલની નુકસાનીની વાત સામે આવી નથી.




