
દવાઓની આયાત હવે વધુ સરળ બનશે કેન્દ્ર સરકારે દવાઓ, મેડિકલ ડિવાઇસ અને કોસ્મેટિક્સની આયાત માટે પ્રવેશ મથકોનું નેટવર્ક વિસ્તાર્યું ખાસ કરીને કચ્છ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત કંપનીઓને માલની હેરફેર માટે વધુ વિકલ્પો મળશે દેશમાં દવાઓ, મેડિકલ ડિવાઇસ અને કોસ્મેટિક્સની આયાત પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આયાત માટે અધિકૃત પ્રવેશ મથકોનું નેટવર્ક વિસ્તાર્યું છે. તેમાં ગુજરાતના મુન્દ્રા અને ગાંધીધામ સહિત દેશનાં અનેક નવા ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રાલયે ડ્રગ્સ નિયમો, ૧૯૪૫ના નિયોમ ૪૩છમાં સુધારો કરવાની પહેલ કરી છે. તેનો હેતુ આયાતકારોને વધુ સ્થળોએ કસ્ટમ્સ ક્લિયરન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. અત્યાર સુધી નિર્ધારિત બંદરો અને એરપોર્ટ પર ર્નિભર રહેવું પડતું હતું. નવા વિસ્તરણથી આ પ્રક્રિયા વધુ સુવિધાજનક બની શકે છે.
ગુજરાતના મુન્દ્રા અને ગાંધીધામ ICD ને નવા અધિકૃત પ્રવેશ મથકોમાં સામેલ કરવાથી રાજ્યના આયાતકારો, ફાર્મા કંપનીઓ અને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રના વેપારીઓને ફાયદો થઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત કંપનીઓને માલની હેરફેર માટે વધુ વિકલ્પો મળશે.આ વિસ્તરણમાં હરિયાણાના સોનેપત, પ્યાલા અને હરસારુ, ઉત્તર પ્રદેશના દાદરી અને નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, તેલંગાણાના સનથ નગર અને થિમ્માપુર તથા કર્ણાટકના વ્હાઇટફિલ્ડ અને બોમ્માસન્દ્રાનો સમાવેશ થાય છે.
નવા પ્રવેશ મથકોને કારણે લાંબા અંતરના પરિવહન અને વધારાના હેન્ડલિંગ ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.
દવાઓ અને આરોગ્યસંભાળનાં ઉત્પાદનો સમયસર પહોંચાડવામાં પણ મદદ મળશે. જાેકે, આયાત પ્રક્રિયા સરળ બનવા છતાં ગુણવત્તા અને સુરક્ષાના નિયમોનું પાલન ફરજિયાત રહેશે.




