
પુષ્પક વિમાનની આધુનિક ટેન્કોલોજી સાથે સરખામણી રણબીરે ઇલોન મસ્કની ઉડતી કારને પુષ્પક વિમાન સાથે સરખાવી ‘રામાયણ’માં પુષ્પક વિમાનની ડિઝાઇન તૈયાર કરવામાં નિતેશ તિવારીની ટીમને બે વર્ષ લાગ્યાં
‘રામાયણ’ ફિલ્મમાં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવી રહેલા રણબીર કપૂરે ભારતના સર્જનાત્મક દૃષ્ટિકોણ પર ભાર મુકવા ઇલોન મસ્કે તાજેતરમાં લોન્ચ કરેલી ઉડતી કાર રોડસ્ટરનો ઉલ્લેખ કરી તેની પુષ્પક વિમાન સાથે સરખામણી કરતાં જણાવ્યું હતું કે ઇલોન મસ્કે તાજેતરમાં ઉડતી કાર ૅશોધી છે. મને લાગે છે કે ભારતે ૫૦૦૦ વર્ષ પહેલાં તે કરી બતાવ્યું હતું. આ જ શોમાં ર્નિદેશક નિતેશ તિવારીએ જણાવ્યું હતું કે અમને પુષ્પક વિમાન બનાવતાં બે વર્ષ લાગ્યા હતા. અમને પુષ્પક વિમાનની ડિઝાઇન ફાઇનલ કરતાં લગભગ બે વર્ષનો સમય લાગ્યો હતો જેને કારણે રાવણ અને જટાયુની લડાઇ સર્જવામાં અમને ઘણો સમય લાગ્યો હતો. રામાયણમાં જણાવ્યા અનુસાર પુષ્પક વિમાન વિચારવેગે ઉડવા અને પ્રવાસીઓની સંખ્યા અનુસાર વિસ્તરવા માટે સમર્થ હતું.ફિલ્મના ટ્રેલરમાં પણ પુષ્પક વિમાનની ઝાંખી કરાવવામાં આવી છે. વિશ્વકર્માએ આ વિમાન બનાવી કુબેરને ભેટ આપ્યું હતું જેને હરાવી રાવણે પુષ્પક વિમાન પડાવી લીધું હતું.




