
ભિડેના પાત્ર પાછળનું રસપ્રદ રહસ્ય ‘ભિડે’ સાથે માત્ર એક જ સામ્યતા, હું પણ શિસ્તમાં માનું છું : મંદાર ચાંદવડકર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ભિડેએ રહસ્ય ખોલ્યું કે ગોકુલધામ સોસાયટીમાં એક પણ સાસુ કેમ નથી! ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ ટેલિવિઝન પર ૧૮ વર્ષ પુરા કરવાની સાથે ૪,૮૦૦થી વધુ એપિસોડનો રેકોર્ડ બનાવ્યો છે. શોની શરૂઆતથી જ તેની સાથે જાેડાયેલા અભિનેતા મંદાર ચાંદવડકર આજે પણ આત્મારામ તુકારામ ભિડેના પાત્રથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે શો સાથેની પોતાની સફર, પડદા પાછળના અનુભવો અને ભિડે સાથેના પોતાનાં સ્વભાવની સામ્યતા વિશે વાત કરી હતી.મંદારે જણાવ્યું કે ભિડેના પાત્ર માટે કોઈ ખાસ તૈયારી કરી નહોતી, પરંતુ લેખક તારક મહેતાની રચનાઓ અને નિર્માતા અસિત મોદી પાસેથી પાત્રની સમજ મેળવતા ધીમે ધીમે તેમાં ઘડાતા ગયા. મૂળ પાત્રના સર્જક તારક મહેતાને પણ દોઢેક વર્ષ બાદ ભિડેનું તેમનું પાત્ર ગમવા લાગ્યું હતું, જેને તેઓ પોતાની સિદ્ધિ માને છે.વાસ્તવિક જીવનમાં ભિડે સાથે પોતાની એક જ સમાનતા હોવાનું જણાવતા તેમણે કહ્યું, “હું પણ ભિડેની જેમ ખૂબ શિસ્તબદ્ધ છું, પરંતુ પૈસા ખર્ચતાં પહેલાં તે જેટલો વિચાર કરે છે એવો હું નથી.” દિલીપ જાેશી સાથેના સંબંધો વિશે તેમણે કહ્યું કે બંને વચ્ચે સારો તાલમેલ છે. તેઓ એક જ રૂમમાં રહે છે અને તેમને એકબીજા સાથે જમવાનું પણ ગમે છે. દિલીપભાઈ પોતાનાં પાત્રનું નિરીક્ષણ અને અભ્યાસ કેવી રીતે કરે છે તે નજીકથી શીખવા મળ્યું છે.ગોકુલધામ સોસાયટીમાં એક પણ સાસુનું પાત્ર કેમ નથી, તેવા સવાલના જવાબમાં મંદારે કહ્યું કે ટીવીની અનેક સિરિયલોમાં સાસુ-વહુની વાર્તાઓ વારંવાર જાેવા મળે છે, તેથી દર્શકોને આ શોમાં તેની ખોટ સાલતી નથી. જાેકે, જેઠાલાલની સાસુનો ઉલ્લેખ વારંવાર થાય છે, ભલે તે ક્યારેય પડદા પર દેખાતાં ન હોય. અંતમાં પોપટલાલ કે ટપુમાંથી પહેલાં કોના લગ્ન થશે તેવા સવાલ પર તેમણે મજાકમાં કહ્યું કે ભિડેને ટપુના નહીં, પરંતુ પોતાની દીકરી સોનુનાં લગ્નની ચિંતા છે!




