
અમદાવાદના વાહનચાલકોને વધુ એક ફટકો. AMC એ પાર્કિંગ ચાર્જમાં કર્યો વધારો, ડિસેમ્બરથી ખિસ્સા થશે હળવા.ટુ-વ્હીલરના પ્રથમ કલાકના રૂ. ૫ના બદલે રૂ. ૧૦ અને ફોર-વ્હીલરના રૂ. ૧૫ના બદલે રૂ. ૨૦ ચૂકવવા પડશે, ટાઉન પ્લાનિંગ કમિટીની દરખાસ્તને મંજૂરી.અમદાવાદ શહેરમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો પડવા જઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત પે એન્ડ પાર્ક તેમજ રોડ પરના પાર્કિંગના ચાર્જમાં વધારો કરવાની દરખાસ્તને ટાઉન પ્લાનિંગ કમિટીએ મંજૂરી આપી છે. આ ર્નિણયના પગલે હવે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિત વિવિધ વાહનો પાર્ક કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. નવા દર ડિસેમ્બર ૨૦૨૬થી લાગુ થવાની શક્યતા છે.
AMC ના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાર્કિંગ ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ કમિટીએ કમિશનર દ્વારા સૂચવાયેલા કેટલાક દરોમાં ફેરફાર કરીને નવા દરોને મંજૂરી આપી છે. જાેકે, આ દરખાસ્તને હજુ સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભાની મંજૂરી મળવાની બાકી છે. ત્યારબાદ જ નવા દર અમલી બનશે.
ટુ-વ્હીલર પાર્કિંગના નવા દર
ટુ-વ્હીલર માટે પ્રથમ કલાકનો ચાર્જ રૂ. ૫થી વધારીને રૂ. ૧૦ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય સમયગાળા માટેના દરમાં કેટલાક ઘટાડા સાથે મંજૂરી આપવામાં આવી છે.
પ્રથમ કલાક: રૂ. ૧૦
૧થી ૩ કલાક: રૂ. ૧૫
૩થી ૬ કલાક: રૂ. ૨૫
૬થી ૧૨ કલાક: રૂ. ૪૦
૧૨થી ૨૪ કલાક: રૂ. ૫૫
ફોર-વ્હીલર પાર્કિંગ પણ મોંઘું
ફોર-વ્હીલર માટે પ્રથમ કલાકનો ચાર્જ રૂ. ૧૫થી વધારીને રૂ. ૨૦ કરવામાં આવ્યો છે. નવા દર પ્રમાણે:
પ્રથમ કલાક: રૂ. ૨૦
૧થી ૨ કલાક: રૂ. ૪૦
૩થી ૬ કલાક: રૂ. ૮૦
૬થી ૧૨ કલાક: રૂ. ૧૨૦
૧૨થી ૨૪ કલાક: રૂ. ૧૭૦
આ નવા પાર્કિંગ દરો છસ્ઝ્ર સંચાલિત ઓન-સ્ટ્રીટ પાર્કિંગ, ઓફ-સ્ટ્રીટ પાર્કિંગ અને મલ્ટીલેવલ પાર્કિંગ સ્થળોએ લાગુ કરવાની દરખાસ્ત છે. જાે આગામી તબક્કાની મંજૂરી મળી જશે તો ડિસેમ્બર મહિનાથી અમદાવાદના વાહનચાલકોએ પાર્કિંગ માટે વધારાનો ખર્ચ ઉઠાવવો પડી શકે છે.




