
વિદેશમાં બેસીને ભારતમાં આચરતો હતો ગુનાઓ લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં અટકાયત ગેંગસ્ટર હેરી બોક્સરે ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી બોલિવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગ પ્રકરણમાં મુખ્ય આરોપી ગણાતા અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા કુખ્યાત ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. યુએસ સિક્યોરિટી એજન્સી ICE (ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ) દ્વારા કેલિફોર્નિયામાં તેની અટકાયત કરવામાં આવી છે. તે વિદેશની ધરતી પરથી જ લોરેન્સ ગેંગની ગેંગવિરોધી અને ગુનાહિત ગતિવિધિઓ ઓપરેટ કરી રહ્યો હતો. તેની સામે હત્યા, ખંડણી અને ફાયરિંગ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગઇ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ મોડી રાત્રે જાણીતા ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘરની બહાર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલા સમયે રોહિત શેટ્ટી પોતાના ઘરે જ હાજર હતા, જાે કે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં શુભમ લોન્કર, અર્જુ બિશ્નોઈ, હરમન સંધુ સાથે મળીને હેરી બોકસરે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. એટલું જ નહીં, ત્યારબાદ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના વિવિધ કલાકારોને પણ તેના તરફથી ધમકીભર્યા ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હેરી બોક્સરનું મૂળ નામ હરિશ્ચંદ્ર છે અને તે રાજસ્થાનના કોટપુતલી-બહેરોડ જિલ્લાના બાનસુરનો વતની છે. રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પણ તે મોસ્ટ વોન્ટેડ અપરાધી તરીકે પોલીસ ચોપડે ચડેલો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓથી બચવા તે વિદેશ ભાગી ગયો હતો અને ત્યાંથી સક્રિય રહીને ગેંગ ચલાવતો હતો. ઉલ્લેખનીય છે કે, હેરી બોક્સર અગાઉ અન્ય કુખ્યાત ગેંગસ્ટરો હિમાંશુ ભાઉ અને નીરજ ફરીદપુરીયાની પણ અમેરિકામાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. વિદેશમાં બેસીને ભારતીય સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતા આવા ગેંગસ્ટરો પર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કાયદાનો ગાળિયો કસાઈ રહ્યો છે.




