
મક્કા સમજૂતીથી તુર્કિયેમાં રાજકીય વિવાદ ભારત-પાકિસ્તાન યુદ્ધ મુદ્દે એર્દાેગાન સરકાર સામે ૧૧૯ સાંસદોનો વિરોધ પાકિસ્તાનને સૈન્ય મદદના સવાલે વિપક્ષે ઘેર્યા, સરકારે કહ્યું સંસદની મંજૂરી વિના સેના નહીં મોકલાય વૈશ્વિક મંચ પર પોતાનો દબદબો સાબિત કરવા નીકળેલા નેતાઓ ઘણીવાર એવા ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોય છે જ્યાંથી નીકળવું મુશ્કેલ બની જાય છે. તુર્કિયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દાેગાન સાથે પણ હાલ કંઈક આવું જ બન્યું છે. વૈશ્વિક સ્તરે પોતાનો પ્રભાવ વધારવા માટે તેમણે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સાથે મળીને બહુચર્ચિત ‘મક્કા સમજૂતી’ તો કરી લીધી, પરંતુ હવે આ સમજૂતી તેમના પોતાના દેશમાં જ ગળાનો ફાંસો બની ગઈ છે. સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ એ ઊભો થયો છે કે જાે ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે, તો શું તુર્કિયેએ પણ આ પરમાણુ યુદ્ધની આગમાં કૂદવું પડશે? આ આશંકા માત્રથી તુર્કિયેના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે.નકશા જુઓતુર્કિયેની સંસદમાં જ્યારે આ સમજૂતી પર વોટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે વિપક્ષી સાંસદોએ એર્દાેગાન સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. વિપક્ષી સાંસદ ગુલિસ્તાન કિલિક કોસિગિટએ સંસદના ફ્લોર પરથી સીધો અને વેધક સવાલ પૂછ્યો હતો કે શું ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં તુર્કિયેએ સીધા મેદાનમાં ઊતરવું પડશે? તેમણે ભારત અને પાકિસ્તાનની પરમાણુ ક્ષમતા તરફ ઈશારો કરતા ચેતવણી આપી હતી કે બંને દેશો વચ્ચે યુદ્ધનો ઈતિહાસ ઘણો જૂનો અને સંવેદનશીલ રહ્યો છે. આવા સંજાેગોમાં તુર્કિયેની સરકાર આખરે એવો ર્નિણય કઈ રીતે લઈ શકે કે કોઈ બીજાના યુદ્ધમાં પોતાની સેના મોકલવી કે નહીં, અને જાે મદદ કરવી તો કઈ હદ સુધી કરવી? વિપક્ષે ખુલ્લી ચેતવણી આપી કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સાથેની આ સમજૂતી તુર્કિયેને એવા યુદ્ધના જંજાળમાં ધકેલી શકે છે જેને દેશે ક્યારેય પસંદ જ નહોતું કર્યું.નકશા જુઓજાે ભારત પાકિસ્તાન પર હુમલો કરે, તો શું તુર્કિયે આ યુદ્ધમાં સીધી રીતે સામેલ થશે? ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો ઈતિહાસ ઘણો જૂનો છે. આવા સંજાેગોમાં તુર્કિયે સરકાર એ ર્નિણય કેવી રીતે લેશે કે સેના મોકલવી કે નહીં અને મદદ કરવી તો કઈ હદ સુધી કરવી? – ગુલિસ્તાન કિલિક કોસિગિટ, વિપક્ષી સાંસદતુર્કિયે, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલી આ ત્રિપક્ષીય સમજૂતીમાં કટોકટી કે યુદ્ધ વખતે વાસ્તવિક મદદનું સ્વરૂપ શું રહેશે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી. સંસદમાં પણ આ જ મુદ્દો ગાજ્યો હતો કે જાે ભારત સામેના સંઘર્ષમાં પાકિસ્તાન સૈન્ય મદદની માગણી કરે, તો તુર્કિયેનો રિસ્પોન્સ શું હશે અને તે કયા સ્તર સુધી જવા તૈયાર થશે? આ તમામ ર્નિણયો લેવાની અંતિમ સત્તા કોની પાસે રહેશે? આ સવાલોએ એર્દાેગાન સરકારને ભીંસમાં મૂકી દીધી હતી.સંસદમાં ઘેરાયેલી એર્દાેગાન સરકાર વતી વિદેશ બાબતોના વરિષ્ઠ અધિકારી ફુઅત ઓકતાયએ મોરચો સંભાળ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતા દાવો કર્યાે હતો કે તુર્કિયેને તેની મરજી વિરુદ્ધ કોઈપણ યુદ્ધમાં સામેલ કરી શકાય નહીં. તેમણે ગૃહને ખાતરી આપી કે કોઈપણ યુદ્ધની સ્થિતિમાં સૈનિકોની તૈનાતી માટે દેશની સંસદમાં અલગથી વોટિંગ કરાવવું ફરજિયાત રહેશે.




