
ફિલ્મના શૂટિંગથી ક્રિકેટરોમાં રોષ રણવીરની ફિલ્મ માટે આઝાદ મેદાનની મેચો રદ કરાઈ શૂટિંગની મંજૂરી સામે મુંબઈ ક્રિકેટ એસોસિએશનનો વિરોધ, નિર્માતાએ તમામ કાનૂની મંજૂરીઓ મેળવી હોવાનો દાવો કર્યાે રણવીરસિંહની આગામી ફિલ્મ ‘પ્રલય’ના મુંબઈનાં ઐતિહાલિક આઝાદ મેદાન પર થઇ રહેલાં શૂટિંગને કારણે ઇન્ટર સ્કૂલ ક્રિકેટ મેચો મુલતવી રાખવી પડતાં ધ મુંબઇ ક્રિકેટ એસોસિએશને આ મંજૂરી આપનારા મહારાષ્ટ્રના રમત વિભાગની ટીકા કરી હતી. નિર્માતા હંસલ મહેતાએ જણાવ્યું હતું કે પ્રોડક્શન ટીમે જરૂરી તમામ કાનુની મંજૂરીઓ અગાઉથી મેળવી હતી. અમલદારોની આ પ્રકારની લાલફિતાશાહીને કારણે મુંબઇમાં કોઇ ફિલ્મ શૂટ કરતું નથી.રાજ્ય સરકારે પ્રોડકશન હાઉસ લાઇટ રેઝને આઝાદ મેદાન પર છ કલાક માટે ૫૦૦૦ ચોરસવાર સરકારી જમીન પર શૂટિંગ કરવા માટે ૪૦,૦૦૦ રૂપિયા રેન્ટ વસૂલ્યું છે અને ૪૦,૦૦૦ રૂપિયાની રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝીટ પણ મુકાવી હતી. આઝાદ મેદાન પર આ પહેલીવાર ફિલ્મના શૂટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. સરકારી અમલદારે તેમના શૂટિંગ માટે મેદાન ભાડે આપવાના ર્નિણયનો બચાવ કરતાં જણાવ્યું હતું કે વર્ષમાં ૩૦ દિવસ રમતગમત સિવાયની પ્રવૃત્તિ માટે મેદાન ભાડે આપવાનો સરકારી પરિપત્ર બહાર પાડી આ અધિકાર રમતવિભાગને આપવામાં આવ્યો છે.એમસીએના કાઉન્સિલ સભ્ય નદીમ મેનને જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે તાલીમ કેન્દ્રની ગરજ સારતાં આઝાદ મેદાન પર મેટ્રો એક્વાલાઇનના કોન્ટા્ર્કટર અને પોલીસ વિભાગે કબજાે જમાવેલો છે અને હવે ફિલ્મના શૂટિંગ શરૂ થતાં ક્રિકેટ મેચો મુલતવી રાખવાની ફરજ પડાઇ રહી છે.




