
શ્રદ્ધાએ ઉતાવળે ફિલ્મો સ્વીકારવાનું ટાળ્યું સ્ત્રી ૨ પછી શ્રદ્ધાએ અનેક ફિલ્મોની ઓફર ઠુકરાવી મનપસંદ વાર્તાની લાંબી રાહ બાદ હવે અભિનેત્રી શ્રદ્ધા કપૂર ઈથામાં વિઠાબાઈની ભૂમિકા ભજવશે ‘સ્ત્રી ૨’ની સફળતા બાદ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ઉતાવળમાં કોઈ નવી ફિલ્મ સાઇન કરવાને બદલે યોગ્ય વાર્તાની રાહ જાેવાનો ર્નિણય કર્યાે હતો. આ દરમિયાન તેને અનેક ફિલ્મોની ઓફર મળી હતી, જેમાં આકર્ષક ફીની ઓફરનો પણ સમાવેશ થતો હતો. જાેકે, તેણે મનને ગમે તેવી વાર્તા મળે ત્યાં સુધી કામ ન કરવાનો ર્નિણય લીધો હતો. હવે તે લક્ષ્મણ ઉટેકરની આગામી ફિલ્મ ‘ઈથા’માં જાેવા મળશે.શ્રદ્ધાએ જણાવ્યું કે ‘સ્ત્રી ૨’ પછી ઘણી ફિલ્મોની ઓફર મળી હોવા છતાં તેણે પોતાના મનનો અવાજ સાંભળ્યો અને ધીરજ રાખી. તેણે કહ્યું, “તમને જેની ખૂબ ઇચ્છા હોય તેની રાહ જાેવી મુશ્કેલ છે, પરંતુ આજે મને ગર્વ છે કે મેં રાહ જાેઈ. હૃદયનો અવાજ સાંભળવો જાેઈએ. ક્યારેક તે મુશ્કેલ હોય છે, પરંતુ અંતે તે સાર્થક બને છે.” ‘ઈથા’ મહારાષ્ટ્રનાં દિગ્ગજ તમાશા અને લાવણી કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત બાયોગ્રાફિકલ મ્યુઝિકલ ડ્રામા છે. ફિલ્મમાં શ્રદ્ધા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. લક્ષ્મણ ઉટેકરના દિગ્દર્શન અને ક્ષિતિજ પટવર્ધનની લેખનવાળી આ ફિલ્મમાં વિઠાબાઈની ગ્રામીણ લોકમંચથી રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર દર્શાવવામાં આવશે. સાથે જ જાતિભેદ, લિંગભેદ અને વ્યક્તિગત સંઘર્ષ જેવા પાસાં પણ રજૂ થશે.દિનેશ વિજાનની મેડોક ફિલ્મ્સ અને કટપૂતલી ક્રિએશન્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રણદીપ હૂડા, મોહમ્મદ ઝીશાન અય્યુબ અને સિદ્ધાર્થ જાધવ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. અજય-અતુલનું સંગીત ધરાવતી ‘ઈથા’ ૪ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ દેશભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.




