
ટીમ ઈન્ડિયાને શ્રેણી જીતવાની સારી તક ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી મેટ હેનરી બહાર હેનરી ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે ટેસ્ટ ટીમમાં જાેડાશે
ન્યૂઝીલેન્ડ સામે ચોથી વન-ડેમાં ભારતીય બેટિંગને તહસનહસ કરનાર ફાસ્ટ બોલર મેટ હેનરી અંતિમ મેચમાં નહીં રમે. રવિવારે (૧૫ નવેમ્બર) માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાનારી પાંચમી વન-ડે પહેલા હેનરી ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે ટેસ્ટ ટીમમાં જાેડાશે. આનાથી ટીમ ઈન્ડિયાને શ્રેણી જીતવાની સારી તક મળશે.
શુક્રવારે રમાયેલી ચોથી વન-ડે મેચમાં ભારતીય બેટ્સમેનોને શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યા હતા. તેમણે માત્ર ૨૭ રનમાં ૬ વિકેટ લીધી હતી. ભારતને ૩૩૪ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ આખી ટીમ ૨૬.૪ ઓવરમાં માત્ર ૮૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે સૌથી ઓછા ODI સ્કોર (૮૮ રન)નો રેકોર્ડ તોડવાથી માત્ર એક રન દૂર રહી. ભારતે ૨૦૧૦માં દામ્બુલામાં ૮૮ રન બનાવ્યા હતા.
તેણે રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેપ્ટન શ્રેયસ ઐયરને શૂન્ય રનમાં આઉટ કર્યા. ભારતનો સ્કોર ૩ વિકેટે ૩ હતો. ત્યારબાદ કાઈલ જેમિસને શ્રેણીની પોતાની પહેલી વનડે રમતા ઋતુરાજ ગાયકવાડ (૫) ને આઉટ કર્યો. નિયમિત કેપ્ટન શુભમન ગિલે આગામી ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે મેચમાંથી બહાર રહેવાનો ર્નિણય લીધો હતો. ભારતનો સ્કોર ૯ રન પર ચાર વિકેટ હતો. ટીમ બહાર આવવા માટે સંઘર્ષ કરી રહી હતી.
અગાઉ વિલ યંગે ૧૨૫ રનની શાનદાર ઇનિંગને કારણે ન્યૂઝીલેન્ડે ૩૩૩ રન બનાવ્યા હતા. યંગે ૧૦૮ બોલનો સામનો કર્યો અને ટિમ સીફર્ટ સાથે પ્રથમ વિકેટ માટે ૮૫ રન ઉમેર્યા. સીફર્ટે ૪૮ બોલમાં ૫૮રન બનાવ્યા, જ્યારે ફિન એલને ૪૧ રનનું યોગદાન આપ્યું. ન્યૂઝીલેન્ડની ટીમ ૫૦ ઓવરમાં ૩૩૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ગુરનુર બરાર, આકિબ નબી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી.
ચોથી વનડેમાં ૨૪૪ રનની કારમી હાર છતાં ભારત પાંચ મેચની શ્રેણીમાં ૨-૧થી આગળ છે. ત્રીજી વનડે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હવે ભારત અંતિમ મેચ જીતીને શ્રેણી જીતી શકે છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ પાસે અંતિમ મેચ જીતીને શ્રેણી ૨-૨થી બરાબર કરવાની તક છે.




