
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
AQI એટલે (એર ક્વોલિટી ઇન્ડેક્સ) જે હવામાં રહેલા પ્રદૂષકોની માત્રા અને હવાની ગુણવત્તા દર્શાવતો સૂચકાંક છે. હવામાં રહેલા વિવિધ પ્રદૂષકોનું માપન કરીને AQI નક્કી કરવામાં આવે છે.
AQI જેટલો ઓછો હોય સામાન્ય રીતે હવા એટલી સારી ગણાય છે, જ્યારે આંકડો વધે તેમ પ્રદૂષણ નું સ્તર વધતું હોવાનું સૂચવે છે. AQI ના અલગ-અલગ સ્તરોને રંગો દ્વારા દર્શાવવામાં આવે છે. જેથી હવાની ગુણવત્તા સમજવામાં સરળતા રહે. સામાન્ય રીતે AQI ના પ્રમાણભૂત સ્કેલ માં ૦ થી ૫૦૦ સુધીની રેન્જ દર્શાવવામાં આવે છે. જો કે, કેટલાક મોનિટરિંગ રિપોર્ટમાં ૫૦૦ થી વધુના આંકડા પણ જોવા મળી શકે છે. આવા આંકડાઓ માટે સંબંધિત મોનિટરિંગ સ્ટેશન, માપન પદ્ધતિ અને સમયગાળો ચકાસવો જરૂરી છે.
આમ દિવાળીના તહેવારોમાં રોશની અને ફટાકડાની ઉજવણી વચ્ચે અમદાવાદ, સુરત, રાજકોટ સહિત મોટાભાગના વિસ્તારોની હવાની ગુણવત્તા અંગે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. દિવાળીની રાત્રે ફટાકડાના ધુમાડાને કારણે શહેરોના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ઊંચા સ્તરે પહોંચ્યો હતો. જેને કારણે શહેરોના કેટલાક વિસ્તારોમાં તો ધુમ્મસ અને ધુમાડાને કારણે રસ્તા પર લગભગ ૨૦૦ મીટર દૂરનું દ્રશ્ય પણ સ્પષ્ટ દેખાતું ન હતું.




