
મેક્રોનના અભિવાદનથી ફરી સર્જાયો વિવાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ફરી વિવાદમાં; આઇસલેન્ડનાં PM સાથે ઓકવર્ડ મોમેન્ટ વાયરલ ક્રિસ્ટ્રન ફ્રોસ્ટાડોટીર સાથેની મુલાકાતનો વીડિયો વાઇરલ, અગાઉ જ્યોર્જિયા મેલોની સાથેની મુલાકાત પણ ચર્ચામાં રહી હતી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ફરી એકવાર મહિલા નેતા સાથેના અભિવાદનને લઈને ચર્ચામાં આવ્યા છે. આ વખતે આઇસલેન્ડનાં વડા પ્રધાન ક્રિસ્ટ્રન ફ્રોસ્ટાડોટીર સાથેની તેમની મુલાકાતનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. મુલાકાત દરમિયાન મેક્રોન તેમને ભેટવા માટે આગળ વધ્યા હતા, પરંતુ આઇસલેન્ડનાં ઁસ્ પાછળ હટતાં જાેવા મળ્યાં હતાં. આ અણધારી ક્ષણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.યુરોપિયન નેતાઓની એક બેઠક દરમિયાન મેક્રોન ક્રિસ્ટ્રન ફ્રોસ્ટાડોટીરને મળવા પહોંચ્યા હતા. આ સમયે તેમણે તેમને ભેટીને અભિવાદન કરવાનો પ્રયાસ કર્યાે હતો. જાેકે, ફ્રોસ્ટાડોટીર થોડાં પાછળ ખસતાં જાેવા મળ્યાં હતાં અને તેમણે મેક્રોનના ખભા પર હાથ મૂક્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ તસવીરોમાં બંને નેતાઓના હાવભાવ પણ ચર્ચાનો વિષય બન્યા છે. ફ્રોસ્ટાડોટીરના ચહેરા પર થોડી અસહજતા જાેવા મળતી હોવાનો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, મેક્રોન હસતા ચહેરે તેમની તરફ આગળ વધી રહ્યા હતા. નજીકમાં રહેલા ફોટોગ્રાફર તરફ ળોસ્ટાડોટીરે નજર કરતાં આ ક્ષણ વધુ ચર્ચામાં આવી હતી.મેક્રોન અગાઉ ઇટાલીનાં વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની મુલાકાતને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. ગયા વર્ષે ય્૭ સમિટ દરમિયાન બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં મેક્રોન મેલોનીના કાનમાં કંઈક કહેતા જાેવા મળ્યા હતા. ત્યારબાદ મેલોની આંખો ફેરવતી નજરે પડ્યાં હતાં. આ દૃશ્યને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો શરૂ થઈ હતી કે આખરે મેક્રોને મેલોનીને શું કહ્યું હશે.આ વર્ષની શરૂઆતમાં પેરિસના એલિસી પેલેસમાં મેક્રોન અને મેલોનીની મુલાકાત દરમિયાન પણ એક ક્ષણ ચર્ચામાં આવી હતી. મેક્રોને મેલોનીનું ગાલ પર ચુંબન કરીને સ્વાગત કર્યું હતું, પરંતુ આ અભિવાદન થોડું લાંબું ચાલ્યું હતું. આ દરમિયાન મેલોની થોડા અસહજ દેખાયાં હતાં અને બાદમાં તેમણે પોતાની જાતને સંભાળી લીધી હતી. તે સમયે અમેરિકા અને યુરોપના નેતાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી હતી. જાેકે, રાજકીય ચર્ચાઓ કરતાં મેક્રોન અને મેલોની વચ્ચેની આ મુલાકાતની ક્ષણ સોશિયલ મીડિયા પર વધુ ચર્ચામાં રહી હતી. હવે આઇસલેન્ડનાં વડા પ્રધાન સાથેનો નવો વીડિયો સામે આવતાં મેક્રોનની અભિવાદન કરવાની શૈલી ફરી ચર્ચામાં આવી છે.




