
ટાઇગર પર ફાયરિંગ બાદ બોલિવૂડમાં સુરક્ષાની ચિંતા વધી જાહેર કાર્યક્રમોમાં સેલિબ્રિટીઝે વધાર્યા બાઉન્સર્સ, અનન્યાએ સુરક્ષાની સ્થિતિને ગણાવી દુ:ખદ અગાઉ ત્રણથી ચાર બાઉન્સર્સની વ્યવસ્થા હવે છથી સાત સુધી પહોંચી, આયોજકોની વિગતોની પણ ચકાસણી શરૂ થઈ મુંબઈમાં ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગની ઘટના બાદ બોલિવૂડમાં સેલિબ્રિટીઝની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. જાેકે, આ ઘટનાને પગલે કલાકારોને જાહેર કાર્યક્રમોમાં હાજરી ન આપવા અંગે મુંબઈ પોલીસે કોઈ સુરક્ષા એડવાઇઝરી જાહેર કરી નથી. પોલીસે આવા અહેવાલોને પાયાવિહોણા ગણાવી સ્પષ્ટતા કરી છે. બીજી તરફ, ફિલ્મ કલાકારો અને તેમની ટીમે સાવચેતી વધારી છે. જાહેર કાર્યક્રમોમાં બાઉન્સર્સની સંખ્યા વધારવાની સાથે આયોજકો અને મહેમાનોની વિગતોની પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે.એક જાહેર કાર્યક્રમમાં તાજેતરમાં અનન્યા પાંડેએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમની ચર્ચામાં વાતચીત દરમિયાન ટાઇગર શ્રોફ પરના હુમલા અંગે પૂછવામાં આવતાં અનન્યાએ કહ્યું હતું, “આ ઘણી ભયજનક અને અત્યંત દુ:ખદ સ્થિતિ છે. મને લાગે છે કે હવે દરેક વ્યક્તિની સુરક્ષા માટેનાં પગલાં અંગે લોકો નિશ્ચિંત નહીં રહી શકે, કારણ કે વાત માત્ર અભિનેતાની સુરક્ષાની રહી નથી, પરંતુ જ્યારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે ત્યારે ત્યાં હાજર દરેક વ્યક્તિની સુરક્ષાનો પણ પ્રશ્ન હોય છે.”તેણે વધુમાં કહ્યું હતું, “સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. જાે હું મારી ફિલ્મો જાેનારા લોકો સાથે વાત ન કરી શકું તો એ મારા માટે ખૂબ દુ:ખદ હશે. એક અભિનેતા તરીકે સૌથી સંતોષકારક ક્ષણ એ હોય છે જ્યારે કોઈ વ્યક્તિ આવીને કહે કે તમે ભજવેલા પાત્રમાં તેને પોતાની ઝલક જાેવા મળી. હું આશા રાખું છું કે અભિનેતા અને દર્શકો વચ્ચેનો આ સંબંધ જળવાઈ રહે. જાેકે, સુરક્ષા દરેક માટે મહત્ત્વની છે, માત્ર કલાકારો માટે નહીં.”અનન્યાની આ ચિંતા વચ્ચે મુંબઈ પોલીસનાં જાેઈન્ટ કમિશનર ઓફ પોલીસ (લો એન્ડ ઓર્ડર) મનોજ કુમાર શર્માએ સેલિબ્રિટીઝને જાહેર કાર્યક્રમોમાં ન જવાની સલાહ આપતી કોઈ એડવાઇઝરી જાહેર થઈ હોવાના અહેવાલોનો સ્પષ્ટ ઇનકાર કર્યાે છે. તેમણે જણાવ્યું હતું કે, આ માહિતી સાચી નથી અને પાયાવિહોણી છે.જાેકે, ઘટના બાદ કલાકારો અને તેમની ટીમ સુરક્ષાને લઈને વધુ સતર્ક બની છે. ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના માલિક રાકેશ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, કલાકારોનાં જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાના પ્રમાણમાં કોઈ મોટો ઘટાડો થયો નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થામાં વધારો થયો છે. રવિ કિશન, અમીષા પટેલ અને જેકલીન ફનાર્ન્ડિસ જેવા કલાકારો સાથે કામ કરતા ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, કોઈ કંપની કે બિઝનેસમેન દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપતાં પહેલાં સેલિબ્રિટી મેનેજર્સ હવે આયોજકની વેબસાઇટ, કાર્યક્રમમાં હાજર રહેનારા લોકોની સંખ્યા અને મહેમાનોની વિગતો માગે છે. અગાઉ કલાકારો માટે ૩થી ૪ બાઉન્સર્સની વ્યવસ્થા કરવામાં આવતી હતી, જે હવે વધારીને ૬થી ૭ કરવામાં આવી છે.શ્રોફ પરિવારની જાહેર હાજરી સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, જેકી શ્રોફે પોતાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપવાનું ચાલુ રાખ્યું છે અને તેમની દિનચર્યામાં ખાસ ફેરફાર થયો નથી. જાેકે, અન્ય કલાકારોના કિસ્સામાં સુરક્ષાની માગ વધી છે. હવે કાર્યક્રમો માટે ઓછામાં ઓછા ૬ બાઉન્સર્સની વ્યવસ્થા કરવાની માગ કરવામાં આવે છે. સાથે જ આયોજકોની તમામ વિગતોની ચકાસણી પણ કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે ટાઇગર શ્રોફે ગોળીબારની ઘટના અંગે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી કે વીડિયો પણ બહાર પાડ્યો નથી.




