
બેટમેનથી હવે જેમ્સ બોન્ડ બનશે રોબર્ટ પેટિનસન રોબર્ટ પેટિનસન બન્યો નવો ૦૦૭, ડેનિયલ ક્રેગનું સ્થાન લેશે ૨૬મી જેમ્સ બોન્ડ ફિલ્મમાં રોબર્ટ પેટિનસન જાેવા મળશે, ૦૦૭ તરીકે તેની પસંદગીથી ચાહકોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો છે
હોલીવુડ જગતમાંથી એક ખૂબ જ મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા રોબર્ટ પેટિનસન ને અધિકૃત રીતે આગામી ‘જેમ્સ બોન્ડ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ‘ધ બેટમેન’ અને ‘ટેનેટ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી ધૂમ મચાવનાર રોબર્ટ પેટિનસન હવે વિશ્વના સૌથી લોકપ્રિય સિક્રેટ એજન્ટ ‘૦૦૭’ના રોલમાં મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે.આ સાથે જ છેલ્લા કેટલાક મહિનાઓથી આગામી ૦૦૭ કોણ બનશે તેને લઈને ચાલી રહેલી તમામ અટકળો અને ચર્ચાઓનો અંત આવ્યો છે.વર્ષાે સુધી જેમ્સ બોન્ડના પાત્રને જીવંત રાખનાર પ્રખ્યાત અભિનેતા ડેનિયલ ર્ક્રેગ એ ૫ ફિલ્મોમાં આ ભૂમિકા ભજવી છે. ડેનિયલ ક્રેગ વર્ષ ૨૦૦૬માં આવેલી ફિલ્મ ‘કેસિનો રોયલ’થી બોન્ડ ળેન્ચાઇઝીમાં આવ્યો હતો અને વર્ષ ૨૦૨૧માં આવેલી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ સાથે આ પાત્રને અલવિદા કહી દીધું હતું. આ છેલ્લી ફિલ્મમાં વૈશ્વિક જાેખમને રોકવા માટે બોન્ડ પોતાના પ્રાણની આહુતિ આપી દે છે, જેના કારણે ચાહકો પણ ભાવુક થયા હતા. હવે ડેનિયલ ક્રેગના ગયા પછી, રોબર્ટ પેટિનસન આ મહાન વિરાસતને આગળ વધારશે.જેમ્સ બોન્ડનું પાત્ર પ્રખ્યાત લેખક ઇયાન ફ્લેમિંગ ની નોવેલ પર આધારિત છે. વૈશ્વિક સિનેમાની આ સૌથી મોટી અને લોકપ્રિય ળેન્ચાઇઝીની પ્રથમ ફિલ્મ ‘ડો. નો’ ૧૯૬૨માં રિલીઝ થઈ હતી, જેમાં સૌપ્રથમવાર જેમ્સ બોન્ડનું પાત્ર શૉન કોનરી દ્વારા ભજવવામાં આવ્યું હતું.છેલ્લા ૬ દાયકાઓમાં આ ળેન્ચાઇઝીની કુલ ૨૫ ફિલ્મો આવી ચૂકી છે, જેમાં માત્ર ૬ જ અભિનેતાઓએ આ આઇકોનિક ૦૦૭નું પાત્ર ભજવ્યું છે. હવે ૨૬મી ફિલ્મ માટે રોબર્ટ પેટિનસનની પસંદગી કરવામાં આવી છે.




