
ખાડીમાં બદલાતા સમીકરણો વચ્ચે ભારતની નવી ચાલ UAE સાથે ભારતન મોટી ડિફેન્સ ભાગીદારી, ત્રણ ક્ષેત્રોમાં સહયોગ વધશે નેક્સ્ટ જનરેશન હથિયારોનું સંયુક્ત ઉત્પાદન, AI, સાયબર સુરક્ષા અને સૈન્ય તાલીમમાં બંને દેશો હાથ મિલાવશે
પશ્ચિમ એશિયાની રાજનીતિમાં હાલ ભારે ગરમાવો જાેવા મળી રહ્યો છે. એક તરફ પ્રાદેશિક સુરક્ષા ગઠબંધનો અને ‘મક્કા પૅક્ટ’ જેવી ચર્ચાઓ તેજ બની છે, તો બીજી તરફ ભારત અને સંયુક્ત આરબ એમિરેટ્સ એ પોતાના સંરક્ષણ સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે.
અબુ ધાબી ખાતે યોજાયેલી ભારત-ેં UAE ની ૧૪મી જૉઇન્ટ ડિફેન્સ કો-ઑપરેશન કમિટી (JDCC)ની બેઠકમાં બંને દેશો માત્ર હથિયારોની ખરીદ-વેચાણ પૂરતા સીમિત ન રહેતા હવે સાથે મળીને આધુનિક હથિયારો અને ડિફેન્સ સિસ્ટમ બનાવવા પર સહમત થયા છે.
અબુ ધાબીમાં યોજાયેલી આ મહત્ત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને UAE ના સંરક્ષણ મંત્રાલયના અંડર સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ નાસિર એમ. અલ અલાવીએ કરી હતી. ભારતીય સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠકમાં વર્તમાન ‘નો વૉર, નો પીસ’ એટલે કે ન તો સંપૂર્ણ યુદ્ધ અને ન તો સંપૂર્ણ શાંતિ જેવા જટિલ વૈશ્વિક માહોલ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી.જુલાઈ ૨૦૨૫માં નવી દિલ્હીમાં યોજાયેલી ૧૩મી JDCC બેઠક અને મે ૨૦૨૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની UAE મુલાકાત દરમિયાન થયેલા ‘ઇન્ડિયા-ેંછઈ સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપ ળેમવર્ક’ને જમીની સ્તરે ઝડપથી અમલમાં મૂકવા પર ભાર મુકાયો હતો. ખાડી દેશો હવે કોઈ એક જૂના જૂથ પર ર્નિભર રહેવાને બદલે ભારતની ટેન્કોલોજી અને વિશ્વસનીય ઉત્પાદન ક્ષમતા સાથે ભાગીદારી કરીને આર્ત્મનિભર બનવા તરફ આગળ વધી રહ્યા છે.આ બેઠકમાંથી ભારત અને UAE ના સંરક્ષણ સહયોગને મજબૂત કરતા ત્રણ મુખ્ય પાસાઓ સામે આવ્યા છે.
પ્રથમ, બંને દેશો ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નેક્સ્ટ-જનરેશનના આધુનિક હથિયારો અને સંરક્ષણ ઉપકરણોનું સહ-વિકાસ (કો-ડેવલપમેન્ટ) અને સહ-ઉત્પાદન (કો-પ્રોડક્શન) કરવાની પ્રક્રિયા ઝડપી બનાવશે.
બીજું, આધુનિક યુદ્ધમાં ટેન્કોલોજી અને ડેટાનું મહત્ત્વ જાેતા બંને દેશો ઇનોવેશન, એડવાન્સ ટેન્કોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સુરક્ષા, સૈન્ય તાલીમ અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ વધારશે.ત્રીજું, આ યોજનાઓ માત્ર કાગળ પર ન રહી જાય તે માટે બંને સહ-અધ્યક્ષો આગામી JDCC બેઠક પહેલા નિયમિત સમયાંતરે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા અને દેખરેખ રાખશે.સરકારી સ્તરની સમજૂતીને વાસ્તવિક રૂપ આપવા માટે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ સાથે ભારતીય સંરક્ષણ ઉદ્યોગનું એક પ્રતિનિધિમંડળ પણ અબુ ધાબી પહોંચ્યું હતું. બંને દેશોની કંપનીઓ વચ્ચે બિઝનેસ-ટુ-બિઝનેસ બેઠકો યોજાઈ હતી, જેમાં સંયુક્ત સાહસોની તકો તપાસવામાં આવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળે UAE ના તવાઝુન ઇન્ડસ્ટ્રિયલ પાર્કની મુલાકાત લઈને તવાઝુન ઇકોનોમિક કાઉન્સિલના અધિકારીઓ સાથે સંયુક્ત ઉત્પાદન અંગે ચર્ચા કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાજેશ કુમાર સિંહે UAE ના સંરક્ષણ રાજ્ય મંત્રી મોહમ્મદ બિન મુબારક ફાદેલ અલ મઝરૂઈ સાથે મુલાકાત કરીને પ્રાદેશિક ભૂ-રાજકીય સ્થિતિ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વતી શુભેચ્છાઓ પાઠવી હતી. અગાઉ તેમણે અબુ ધાબીના રાષ્ટ્રીય સ્મારક ‘વહત અલ કરામા’ ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.




