
ભારતમાં સ્ટ્રીમિંગને લઈને સસ્પેન્સ પાકિસ્તાની વેબ સિરીઝને લઈને Nflix પર સરકારની નજર અગાઉની સરકારી સલાહનું પાલન કરવા કહ્યું; ૪ ડિસેમ્બરના વૈશ્વિક પ્રીમિયર પહેલાં ભારતમાં રિલીઝ અંગે અનિશ્ચિતતા
પાકિસ્તાની વેબ સિરીઝ ‘જાે બચે હૈ સંગ સમેટ લો’ને લઈને ભારતમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (હ્લઉૈંઝ્રઈ) દ્વારા સરકારને પત્ર લખીને આ સિરીઝને ભારતમાં ઉપલબ્ધ ન કરાવવાની માગ કરવામાં આવ્યા બાદ હવે કેન્દ્ર સરકારે Nªflix ને અગાઉ આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે Nªflix ને ૮ મે, ૨૦૨૫ના રોજ આપવામાં આવેલી પોતાની સલાહને અનુસરવા કહ્યું છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, પાકિસ્તાની કન્ટેન્ટ અંગે તેને અનેક ફરિયાદો અને વિનંતીઓ મળી છે. આ પૃષ્ઠભૂમિમાં Nªflix ને ભારતમાં પાકિસ્તાની સ્ટ્રીમિંગ કન્ટેન્ટ ઉપલબ્ધ ન કરાવવાની અગાઉની સ્થિતિ જાળવી રાખવા જણાવાયું છે.
દ્ગીંકઙ્મૈટએ અગાઉ મંત્રાલયને જાણ કરી હતી કે ભારતમાં પાકિસ્તાની ફિલ્મો અથવા વેબ સિરીઝ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી નથી. હવે સરકાર તરફથી ફરી આ પ્રતિબદ્ધતા જાળવવા સૂચના આપવામાં આવી છે.
વિવાદમાં સિરીઝના કલાકાર હમઝા અલી અબ્બાસીનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. વિરોધ કરનારા સંગઠનોએ તેમના ભૂતકાળના સોશિયલ મીડિયા નિવેદનોનો ઉલ્લેખ કર્યો છે. અહેવાલો મુજબ, તેમણે ભૂતકાળમાં હાફિઝ સઈદ અંગે સમર્થનાત્મક ટિપ્પણીઓ કરી હતી. હાફિઝ સઈદને ૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલાનો મુખ્ય કાવતરાખોર માનવામાં આવે છે.
આ સિરીઝ ફરહત ઇશ્તિયાકની ઉર્દૂ નવલકથા પર આધારિત રોમેન્ટિક ડ્રામા છે. તેમાં ફવાદ ખાન, માહિરા ખાન, સનમ સઈદ, અહદ રઝા મીર, હાનિયા આમિર અને હમઝા અલી અબ્બાસી સહિતના કલાકારો જાેવા મળે છે.
કથાના કેન્દ્રમાં હાર્વર્ડમાં કાયદાનો અભ્યાસ કરતા સિકંદર અને કલાકાર લિસાની વાર્તા છે, જેઓ ઇટાલીમાં મળે છે. સિરીઝનું શૂટિંગ પાકિસ્તાન ઉપરાંત ઇટાલી અને બ્રિટનમાં પણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
આ સિરીઝનું વૈશ્વિક પ્રીમિયર ૪ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ થવાનું છે. જાેકે, ભારતમાં તે ઉપલબ્ધ થશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા નથી. પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાન સંબંધિત કન્ટેન્ટ અંગે OTT પ્લેટફોર્મ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી હતી.
સરકારની તાજી સૂચના અને અગાઉની નીતિને જાેતા ભારતમાં સિરીઝના સ્ટ્રીમિંગને લઈને સસ્પેન્સ યથાવત છે. Nªflix તરફથી ભારત માટે ઉપલબ્ધતા અંગે અંતિમ સ્પષ્ટતા હજુ સામે આવી નથી.




