
માઇલી સાયરસે પાંચ વર્ષના પ્રેમને આપ્યું લગ્નનું નામ.સિંગર માઇલી સાયરસે મેક્સ મોરાન્ડો સાથે ખાનગી સમારોહમાં લગ્ન કર્યાં.કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સમાં યોજાયેલા લગ્નમાં પરિવારજનો રહ્યા હાજર, સફેદ ગાઉનમાં માઇલી સુંદર દેખાઈ.સિંગર અને સોંગરાઇટર માઇલી સાયરસ હવે પરિણીત છે! માઇલીએ શનિવાર, ૨૧ નવેમ્બરના રોજ કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સ ખાતેના એક ખાનગી નિવાસસ્થાને મ્યુઝિશિયન મેક્સ મોરાન્ડો સાથે લગ્ન કર્યા છે. એન્ટરટેઇનમેન્ટ ટુનાઇટે સૌપ્રથમ આ સમાચાર આપ્યા હતા. સિંગરે હજુ સુધી પોતાના સોશિયલ મીડિયા પર આ ખાસ દિવસની કોઈ સત્તાવાર પોસ્ટ શેર કરી નથી.રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે આ લગ્નમાં માઇલીની માતા ટિશ સાયરસ અને બહેન નોઆ સાયરસ હાજર રહ્યા હતા. ડ્યુક્સમોઇ એ આ ખાનગી સમારોહની તસવીરો શેર કરી છે, જેમાં માઇલીના વેડિંગ ડ્રેસની ઝલક જાેવા મળે છે. સુંદર સફેદ ગાઉનમાં સજ્જ સિંગરે ‘આઈ ડુ’ કહેતી વખતે આંસુ લૂછ્યા હતા, જ્યારે મેક્સે એક ભાવુક સ્પીચ આપી હતી. તેમના આ ખાસ દિવસે તે માઇલીની સામે ઊભા રહીને એક કાગળમાંથી વાંચતો જાેવા મળ્યો હતો. ત્રણ વખત ગ્રેમી વિજેતા બનેલી માઇલી અને ડ્રમર મેક્સના અફેરની ચર્ચા સૌપ્રથમ ડિસેમ્બર ૨૦૨૧માં શરૂ થઈ હતી, જ્યારે મિયામીમાં માઇલીના હોલિડે સ્પેશિયલ ‘માઇલીઝ ન્યૂ યર્સ ઈવ પાર્ટી’ દરમિયાન બેકસ્ટેજ તેમની નિકટતાના ફોટા સામે આવ્યા હતા. એપ્રિલ ૨૦૨૨માં વેસ્ટ હોલીવુડમાં સાથે જાેવા મળ્યા બાદ તેમણે પોતાના સંબંધો પર મહોર મારી હતી.૨૦૨૫માં લોસ એન્જલસ ખાતે ‘અવતાર: ફાયર એન્ડ એશ’ના વર્લ્ડ પ્રીમિયરમાં જ્યારે આ કપલ રેડ કાર્પેટ પર સાથે ચાલ્યું, ત્યારે તેમની સગાઈની અફવાઓ તેજ બની હતી. આ ફિલ્મમાં માઇલીનું ગીત ‘ડ્રીમ એઝ વન’ ફીચર થયું છે.૩૩ વર્ષીય માઇલી અને ૨૭ વર્ષીય મેક્સે રેડ કાર્પેટ પર સાથે પોઝ આપ્યા હતા, જેમાં સિંગરે પોતાના ડાબા હાથની રિંગ ફિંગરમાં હીરાની વીંટી ફ્લોન્ટ કરી હતી. જાડી ગોલ્ડ બેન્ડમાં જડેલી આ વીંટી દરેક તસવીરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. બાદમાં માઇલીએ ‘પીપલ’ મેગેઝિનને આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તે પોતાના જીવનના આ તબક્કામાં ખૂબ જ ખુશ છે.સગાઈ વિશે પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે ‘લિલી’ બેન્ડ માટે ડ્રમ વગાડતા મેક્સ સાથેના સંબંધમાં આગામી પગલું ભરવા બદલ તે “આશ્ચર્યચકિત” અને ખુશ છે.




