
ડબલ રોલથી શનાયા સામે નવો પડકાર ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની સફળતાનો ભાર શનાયા મન પર રાખવા નથી માગતી કરણ જાેહરની લોકપ્રિય ફ્રેન્ચાઇઝીની નવી સિરીઝમાં શનાયા કપૂર ડબલ રોલથી દર્શકોને મનોરંજન પીરસશે કરણ જાેહરની લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની નવી સિરીઝ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર: આફ્ટર ડાર્ક’માં લીડ રોલ ભજવી રહેલી શનાયા કપૂરે જણાવ્યું કે આ ફ્રેન્ચાઇઝીની સફળતાને આગળ ધપાવવાની જવાબદારી મોટી છે, પરંતુ તેણે તેનો ભાર અનુભવવાને બદલે નવી વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું હતું. આ સિરીઝમાં શનાયા ડબલ રોલમાં જાેવા મળે છે.કરણ જાેહરની આ ળેન્ચાઇઝીએ અગાઉ આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા કલાકારોને ઓળખ અપાવી હતી. આ વારસાનો ભાગ બનવા અંગે શનાયાએ કહ્યું હતું, “જ્યારે મેં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’નું નામ સાંભળ્યું ત્યારે સ્વાભાવિક રીતે વિચાર આવ્યો કે આપણે એક મહત્ત્વની ળેન્ચાઇઝીને આગળ ધપાવી રહ્યાં છીએ. આ કરણ જાેહરની ળેન્ચાઇઝી છે, તેમનું પોતાનું બાળક છે. આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા કલાકારો આ ળેન્ચાઇઝીમાંથી મળ્યા છે. હું મોટી થઈ ત્યારે તેમને જાેતી હતી અને આજે પણ કલાકાર, મિત્ર તથા માર્ગદર્શક તરીકે તેમની પાસેથી ઘણું શીખું છું. આ શો દ્વારા આ વારસાને આગળ લઈ જવો મારા માટે મોટી વાત છે.”જાેકે, આ જવાબદારીનું દબાણ પોતાના પર હાવી ન થાય તે માટે તેણે સ્ક્રિપ્ટને એક નવા પ્રોજેક્ટ તરીકે જાેવાનો ર્નિણય કર્યાે હતો. શનાયાએ કહ્યું, “જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે હું આ જવાબદારીનો ભાર મન પર રાખવા માગતી નહોતી. મેં તેને રીમાએ આપેલી એક સ્ક્રિપ્ટ તરીકે જાેઈ અને વિચાર્યું કે તેની તૈયારી કેવી રીતે કરવી તથા તેને પોતાની ઓળખ કેવી રીતે આપવી. અમે સૌએ આ જ રીતે કામ કર્યું. જૂની ઓળખથી અલગ થઈને ૨૦૨૬ માટે કંઈક નવું અને અલગ બનાવવું સહેલું નહોતું. આ સિરીઝમાં ડાર્ક ટોન અને નવો વળાંક છે, જેણે મારા માટે આ પ્રોજેક્ટને વધુ રસપ્રદ બનાવ્યો.”કારકિર્દીની શરૂઆતમાં જ ડબલ રોલ ભજવવો શનાયા માટે બીજાે મોટો પડકાર હતો. શનાયાએ કહ્યું, “મારી અભિનયની સફર હમણાં જ શરૂ થઈ છે અને હું હજી શીખી રહી છું. બંને પાત્રો કેવી રીતે ભજવવાં તે અંગે રીમાએ મને માર્ગદર્શન આપ્યું. કેટલીકવાર એક જ દિવસે બંને પાત્રો ભજવવાનાં હોવાથી શૂટિંગ પડકારજનક હતું. જાેકે, અમે બંને પાત્રોના દેખાવ, સ્વભાવ, શારીરિક હાવભાવ, બોડી લેંગ્વેજ, બોલવાની ઢબ અને અવાજ પર ખૂબ તૈયારી કરી હતી. રિહર્સલ દરમિયાન જ બધું યોગ્ય રીતે ગોઠવાઈ ગયું હતું.”




