
ફાયરિંગ બાદ ટાઇગર શ્રોફ ફરી એક્શનમાં ફાયરિંગની ઘટના બાદ ટાઇગર શ્રોફ ફરી શૂટિંગમાં પરત ફર્યાે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીમના સભ્યોને એગ્રીમેન્ટ અપાયા; જાન્હવી કપૂર સાથે પુણેમાં ગીતનું શૂટિંગ પૂર્ણ કર્યું મુંબઈમાં ૧૮ ઑક્ટોબરે ટાઇગર શ્રોફની કાર પર અજાણ્યા શખસોએ ગોળીબાર કર્યાની ઘટના બાદ તે ફરી કામ પર પરત ફર્યાે છે. તેણે પુણેમાં રાજ મહેતાની ફિલ્મ ‘લગ જા ગલે’ માટે જાન્હવી કપૂર સાથે ચાર દિવસનું ગીતનું શૂટિંગ પૂરું કર્યું છે.સુરક્ષાની ચિંતાઓ વચ્ચે ટાઇગરની ટીમ અને સહયોગીઓને નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ (NDA) આપવામાં આવ્યા છે. તેમને ટાઇગરના લોકેશન અને શૂટિંગના સમયપત્રક અંગેની માહિતી જાહેર નહીં કરવાની સૂચના અપાઈ છે.પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં આવેલા એક પબમાં બોસ્કો માર્ટિસની કોરિયોગ્રાફી હેઠળ ગીતનું શૂટિંગ થયું હતું. બ્લોન્ડ લૂકમાં જાેવા મળેલા ટાઇગરે શૂટિંગ દરમિયાન ડાન્સર્સ અને સ્ટાફ સાથે ફોટો પણ પડાવ્યા હતા. પબનાં માલિક આર્યન નવલેએ ટાઇગર અને જાન્હવી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યાે હતો.ટાઇગર આ અઠવાડિયે એક મ્યુઝિક લેબલ સાથે નવું ગીત લોન્ચ કરવાનો છે. તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રમોશનલ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.




