
જાવેદ અખ્તરના નિવેદનથી રાજકીય વિવાદ દરેક ભારતીયના લોહીમાં રામ છે, જાવેદ અખ્તરના નિવેદનથી વિવાદ મૌલાના સાજિદ રશીદીએ નોંધાવ્યો વિરોધ, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જાવેદ અખ્તરની વાતનું સમર્થન કર્યું પ્રખ્યાત ગીતકાર અને લેખક જાવેદ અખ્તરના એક નિવેદનને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. તેમણે કહ્યું હતું કે ભગવાન રામ માત્ર એક ધાર્મિક વ્યક્તિ નથી, પરંતુ તેઓ જીવન જીવવાની રીત, નૈતિકતા અને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. જાવેદ અખ્તરના આ નિવેદનને કેટલાક રાજકીય નેતાઓએ આવકાર્યું છે, જ્યારે મૌલાના સાજિદ રશીદીએ તેનો વિરોધ કર્યાે છે. આ મુદ્દે ભાજપ, કોંગ્રેસ, શિવસેના (UBT) અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.જાવેદ અખ્તરે મંગળવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે રામ માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ એક નૈતિકતા અને જીવન જીવવાની પદ્ધતિ છે. તેમણે રામને વિશિષ્ટ સૌંદર્યબોધ અને નૈતિક મૂલ્યો સાથે જાેડ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, “દરેક ભારતીયના લોહીમાં રામ છે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય.” તેમના મતે રામ ભારતીય જીવનશૈલી અને સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. જાેકે, તેમણે સ્વીકાર્યું હતું કે તેમના આ નિવેદનથી કેટલાક લોકો નારાજ પણ થઈ શકે છે.જાવેદ અખ્તરના નિવેદન પર વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પ્રમુખ આલોક કુમારે સહમતી દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ જાવેદ અખ્તરની વાત સાથે સંમત છે. તેમના મતે દરેક ભારતીયની નસોમાં ભગવાન રામ અને શ્રીકૃષ્ણની સ્મૃતિ અને સંસ્કૃતિ વસેલી છે.જાવેદ અખ્તરના નિવેદન સામે મૌલાના સાજિદ રશીદીએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે જાવેદ અખ્તર પોતાને નાસ્તિક ગણાવે છે અને અગાઉ પણ જાહેરમાં ભગવાન કે અલ્લાહમાં માનતા ન હોવાનું કહી ચૂક્યા છે. મૌલાનાએ તેમના નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું કે જાવેદ અખ્તર રામની પ્રશંસા કરીને હિન્દુઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તેમના પોતાના લોહીમાં ભગવાન રામ નહીં, પરંતુ હઝરત આદમનું લોહી છે, જેમને તેઓ પોતાના પૂર્વજ અને પ્રથમ માનવ માને છે. બીજી તરફ, મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ જાવેદ અખ્તરના નિવેદનને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ જાવેદ અખ્તરનો પોતાનો વિચાર છે અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી તેમાં સુંદરતા છે.ભાજપના નેતા પ્રમોદ કૃષ્ણમે જાવેદ અખ્તરના નિવેદનનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે જાવેદ અખ્તર ઉદાર વિચારધારા ધરાવતા વ્યક્તિ છે અને સત્ય બોલવા માટે જાણીતા છે. તેમણે રામનું શરણ લીધું છે અને તેમના શબ્દોનું સમર્થન કરવું જાેઈએ. આ સાથે તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે જાવેદ અખ્તરે આ વાત રાહુલ ગાંધીને પણ સમજાવવી જાેઈએ. ભાજપના નેતા રામ કદમે પણ નિવેદનનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે જાવેદ અખ્તરે ભગવાન શ્રીરામ વિશેનું એક મહત્વપૂર્ણ સત્ય સ્વીકાર્યું છે. તેમના મતે જે લોકોના મનમાં રાવણ વસેલો છે તેઓ રામને સમજી શકતા નથી. મનમાંથી રાવણને દૂર કરવામાં આવે તો ભગવાન રામ દરેકના હૃદયમાં સ્થાન મેળવી શકે છે.




