
સુભાષ અહિરવાર સંઘર્ષ યાદ કરી રડી પડ્યા ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટનો એપિસોડ રિલીઝ ન થતાં સુભાષ અહિરવાર ભાવુક બાળપણમાં ભીખ માંગી, ઢાબા પર વાસણ ધોયાં, હવે સમય રૈનાને એપિસોડ રિલીઝ કરવાની અપીલ કરી ક્યારેક-ક્યારેક જીવનમાં એક તક મેળવવા માટે માણસ વર્ષાે સુધી મહેનત કરે છે. તેને લાગે છે કે કદાચ હવે તેની મહેનત રંગ લાવશે અને દુનિયા તેને ઓળખશે. પરંતુ જ્યારે એ જ તક હાથમાંથી સરકી રહી હોય તેવું લાગે ત્યારે પીડા થવી સ્વાભાવિક છે. આવું જ કંઈક ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં ભાગ લેવાનો દાવો કરનારા સુભાષ અહિરવાર સાથે થયું છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યાે છે. તેમાં તે રડતા-રડતા પોતાના જીવનના સંઘર્ષ વિશે જણાવતા જાેવા મળી રહ્યા છે. તેમનો દાવો છે કે તેઓ શોના એક એપિસોડના વિજેતા બન્યા હતા, પરંતુ તે એપિસોડ આજ સુધી રિલીઝ થયો નથી. હવે તેમણે સમય રૈનાને તેને જારી કરવાની અપીલ કરી છે.સુભાષ અહિરવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યાે છે, જેમાં તેમણે દાવો કર્યાે છે કે તેઓ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની બીજી સીઝનમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે જજ પાસેથી પૂરા ૧૦માંથી ૧૦ ગુણ મેળવ્યા અને એપિસોડના વિજેતા જાહેર થયા. તેમણે વીડિયોમાં પોતાની સ્કોરશીટ પણ બતાવી. સુભાષનું કહેવું છે કે જીત્યા બાદ તેમને એક લાખ રૂપિયા, ફોન અને ખાવાના કૂપન જેવા ઈનામો પણ મળ્યા હતા. પરંતુ તેમનો એપિસોડ રિલીઝ જ કરવામાં આવ્યો નથી.વીડિયોમાં તેઓ કહે છે કે ઈનામનો તેમના માટે કોઈ ખાસ અર્થ નથી. તેઓ માત્ર એટલું ઈચ્છતા હતા કે લોકો સુધી તેમનું કામ પહોંચે અને તેમને ઓળખ મળે. સુભાષે વીડિયોમાં પોતાના જીવનના એ દિવસોને પણ યાદ કર્યા, જ્યારે તેમની પાસે ગુજરાન ચલાવવા જેટલા પણ પૈસા નહોતા. તેમણે જણાવ્યું કે માત્ર ૬-૭ વર્ષની ઉંમરે તેમને ભીખ માંગવી પડતી હતી. ૯ વર્ષની ઉંમરે તેમણે એક ઢાબા પર વાસણ ધોવાનું કામ શરૂ કર્યું. ૧૨ વર્ષની ઉંમરે શાકભાજી વેચી અને ૧૫ વર્ષની ઉંમરે મજૂરી કરવા લાગ્યા.સુભાષના જણાવ્યા મુજબ, તેમણે પાંચ વર્ષ સુધી સિક્યોરિટી ગાર્ડની નોકરી પણ કરી. ત્યારબાદ તેઓ ફરી ઢાબા પર કામ કરવા લાગ્યા. પરંતુ આ બધા વચ્ચે તેમણે પોતાનું સપનું છોડ્યું નહીં. તેઓ લગભગ સાત વર્ષ સુધી થિયેટર સાથે જાેડાયેલા રહ્યા. ગ્રેજ્યુએશન બાદ પણ આર્થિક સંકડામણને કારણે તેમને વોશરૂમ ક્લીનર સુધીનું કામ કરવું પડ્યું. તેમણે જણાવ્યું કે સંગીત દ્વારા પણ પોતાની કારકિર્દી બનાવવાનો પ્રયાસ કર્યાે. ઘણીવાર પૈસા માટે ભીખ માંગવી પડી. ત્યાં સુધી કે તેમણે પોતાનું લોહી વેચવાનો પણ દાવો કર્યાે. સુભાષ માટે ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં પહોંચવું એ વર્ષાેની મહેનતનું પરિણામ હતું.




