
આમિરની લલકારમાં ત્રણ નવા કલાકારોની એન્ટ્રી વિક્રાંત મેસ્સી, જિતેન્દ્ર કુમાર અને ધૈર્ય કારવા લલકારમાં જાેડાયા જાન્યુઆરી ૨૦૨૭થી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે, આમિર ખાન ક્રિકેટર લાલા અમરનાથની ભૂમિકામાં જાેવા મળશે આમિર ખાનની ‘લલકાર’ ફિલ્મમાં વિક્રાન્ત મેસ્સી, જિતેન્દ્ર કુમાર અને ધૈર્ય કારવાની પણ એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં આમિરખાન ક્રિકેટર લાલા અમરનાથનું પાત્ર ભજવવાનો છે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી ૨૦૨૭થી શરૂ કરી દેવામાં આવશેછેલ્લા થોડા મહિનામાં ફિલ્મમાં ઘણા કળાકારોની આવનજાવન જાેવા મળી છે. અગાઉ ફરહાન અખ્તર, સિદ્ધાંત ગુપ્તા અને ડેનિશ પંડોર તારીખોની પળોજણને કારણે આ ફિલ્મ છોડી ચૂક્યા છે. હવે નવા ત્રણ કળાકારો નક્કી થતાં ફિલ્મનું પ્રોડકશન શરુ થવાની સંભાવના છે. ફરહાન અખ્તર અને રાજકુમાર હિરાણી આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. લલકાર ફિલ્મ દેશના વિભાજન બાદ ૧૯૫૨માં રમાયેલી પ્રથમ ભારત પાકિસ્તાન ટેસ્ટ સિરિઝ પર આધારીત છે. ‘દંગલ’ ફેમ પિયુષ ગુપ્તા અને ‘નીલ બટ્ટે સન્નાટા’ ફેમ નીરજ સિંહ દ્વારા આ ફિલ્મની કથા લખવામાં આવી છે.




